રાજપીપલા ના મુખ્ય બગીચાની અંદર આડેધડ બાઈકો મુકાતા ફરવા આવેલા પરિવારોને તકલીફ 

0
29

ખરેખર બગીચા ની અંદર વાહનો લઈ ન જવાય છતા કોઈ રોકટોક ન હોવાના કારણે બાઈકો લઈ જતા યુવાનો ને કોણ અટકાવશે..?

ખાણી પીણી ની અંદર ઉભેલી લારીઓ પાસેજ બાઈકો નો આડેધડ ખડકલો રાહદારીઓ અને બાળકો માટે જોખમ એન્ડ નડતરરૂપ

રાજપીપલા:રાજપીપલા ના પ્રવેશદ્વાર પર આવેલા મુખ્ય ગાર્ડન માં રોજ આવતા લોકોની સંખ્યા શનિવાર અને રવિવારે બમણી થાય છે ત્યારે હાલ વેકેશન ના કારણે પણ ભીડ વધી છે ત્યારે બગીચા ની અંદર બાઈકો લઈ જતા યુવાનો કોઈ રોકટોક વગર આડેધડ બાઈકો મૂકી જતા ફરવા આવતા પરિવારો માટે ભારે તકલીફ ઉભી થાય છે.જેમાં ખાસ કરીને ખાણી પીણી ની લારીઓ પાસેજ ઉભેલી બાઈકો થી લોકો ને ભારે તકલીફ થાય છે ત્યારે રાત્રી સમયે આ બગીચા પર પોલીસ કે સિકયુરિટી જવાનો ને પાર્કિંગ વ્યવસ્થા માટે તૈનાત કરાય એ જરૂરી છે.નહીતો ફરવા આવતા લોકો માં ખાસ બાળકો અને મહિલાઓ માટે આ સમસ્યા હાલ ભારે થઈ પડી છે.બગીચામાં અગાઉ ટાઉન હોલ ના મુખ્ય દરવાજા પાસે ના પાર્કિંગ માંજ વાહનો પાર્ક થતા હતા માટે ત્યાંજ મુકાય અને અંદર વાહનો ઘુસ્તા બંધ કરાય એ જરૂરી છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY