નર્મદા જિલ્લામાં ત્રણ અલગ અલગ બનાવો માં બે મહિલા સહીત ત્રણ ના અ.મોત.

0
35

ડેડીયાપાડા તાલુકામાં એક મહિલાનું સાપ કરડતા મોત,સાગબારા માં કરંટ લાગતા પડી ગયેલા વ્યક્તિનું મોત જયારે ગરુડેશ્વર માં ઝેરી દવા પીનાર યુવતીનું મોત

રાજપીપળા : નર્મદા જિલ્લા માં ગુરુવારે બનેલા ત્રણ અલગ અલગ બનાવો માં બે મહીલા સહીત કુલ ત્રણ ના અ.મોત થતા પોલીસે તપાસ હાથ ધરી છે

પ્રાપ્ત વિગતો અુસાર નમદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના કોલીવાડા ગામની મયલીબેન રૂપસીંગભાઇ વસાવા (65) ગતરોજ સાંજે 7-30 કાલકે તેમના ખેતરે કામ કરતા હતા ત્યાં અચાનક કોઈ ઝેરી સાપ કરડતા તાત્કાલિક નેત્રંગ આરોગ્ય કેન્દ્ર માં લઈ ગયા બાદ ત્યાંથી વધુ સારવાર માટે રાજપીપળા સિવિલ માં લઈ જતા ફરજ પર ના તબીબે મૃત જાહેર કર્યા હતા,

ત્યારબાદ બીજી ઘટના સાગબારા તાલુકા ના સેલંબા ના ગ્રીન સીટી ખાતે બની જેમાં ગ્રીન સીટી ખાતે ઇલેક્ટ્રિક થાંભલા પર કરંટ લાગતા સેલંબા ના જમાદાર ફળિયા માં રહેતા નજીમખાન હમીદખાન પઠાણ (51) નું કરંટ લાગતા નીચે પડતા તાત્કાલિક સાગબારા સરકારી દવાખાને લવાયા પરંતુ ફરજ પર ના તબીબે મૃત જાહેર કર્યા હતા,
જયારે ત્રીજી ઘટના માં ગરુડેશ્વર તાલુકાના વઘરાલી ગામની ગીતાબેન નિલેશભાઈ તડવી (21) એ ગતરોજ તેની સાસરીમાં કોઈક કારણોસર કપાસ માં છાંટવાની ઝેરી દવા પી જતા 108 દ્વારા પતિ નિલેશ એમને તાત્કાલિક ગરુડેશ્વર આરોગ્ય કેન્દ્ર માં લઈ ગયો ત્યાંથી વધુ સારવાર માટે વડોદરા એસ એસ જી માં દાખલ કરતા ત્યાં તેનું પણ મોત તથા નર્મદા જિલ્લા માં એકજ દિવસે કુલ ત્રણ ના મોત થયા હતા ત્યારે ત્રણેય બનાવ બાદ પોલીસે અ.મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY