રાણપુર માં જલજીલણી અગીયારસ ની ભવ્ય શોભાયાત્રા નિકળી-મુસ્લિમ સમાજે શોભાયાત્રા નુ સ્વાગત કરી કોમી એકતાના દર્શન કરાવ્યા.

0
270

બોટાદ જીલ્લા ના રાણપુરમાં વર્ષો જુની પરંપરા મુજબ રામજીમંદીર સેવક મંડળ સમુદાય દ્રારા જલજીલણી અગીયારસ ના દિવસે રાણપુરમાં ઠાકર ભગવાનની શોભાયાત્રા નિકળે છે.

ત્યારે કુંભારવાડામાં આવેલ રામજી મંદીરેથી બપોર બે વાગ્યે આ શોભાયાત્રા શરૂ થઈ હતી ત્યાથી પારેખફળી પાસે થઈ ને આંબલીયા ચોરે પહોચી હતી ત્યા મોલેસલામ ગરાસીયા દરબાર સમાજ દ્રારા આ યાત્રાનુ સ્વાગત કરવામાં આવ્યુ હતુ અને આ શોભાયાત્રા રાણપુર ના જાહેર માર્ગો ઉપર ફળી હતી.રસ્તામાં ઠેર ઠેર ઠંડા પાણી,સરબત,ચા,સુકીભાજી,લીંબુ સરબત જેવા અનેક સ્ટોલ લોકો દ્વારા ઉભા કરવામાં આવ્યા હતા.

જ્યારે આ શોભાયાત્રા રાણપુરના મોટાપીરના ચોક ખાતે પહોચી ત્યારે મુસ્લિમ સમાજ દ્રારા શોભાયાત્રાનુ સ્વાગત કરવામાં આવ્યુ અને રામજીમંદીરના મહંત ને ફુલહાર પહેરાવીને સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યુ હતુ.આ શોભાયાત્રા માં મોલેસલામ ગરાસીયા દરબાર સમાજે અને મુસ્લિમ સમાજે શોભાયાત્રા નુ ભવ્ય સ્વાગત કરીને કોમીએકતાનુ ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યુ હતુ જ્યારે શોભાયાત્રામાં ભારેભીડ સાથે ભક્તો ભક્તિના રંગેરંગાયા અને રસ્તાઓ પણ ગુલાલથી લાલ રંગના થયા હતા..

રિપોર્ટર-વિપુલ લુહાર,રાણપુર
મો:-7698030233

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY