મોદીના વિચારો મહાત્મા ગાંધીના વિચારો નથી : રાહુલ ગાંધી

0
27

ન્યુ દિલ્હી,તા.૧૭
લોકસભા ચૂંટણી ૨૦૧૯ના ચૂંટણી પ્રચારનો શુક્રવારે છેલ્લો દિવસ હતો. છેલ્લા ૨ મહિનાથી ચાલતી રેલી અને ચૂંટણી પ્રચાર પૂરો થવાની ગણતરીની મિનિટો જ બાકી હતી અને તે સમયે જ વડાપ્રધાન મોદી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ મોદીના ખોટા વાયદાઓની વાત કરી હતી અને કહ્યું હતું કે, અત્યારે વડાપ્રધાનજી પણ લાઈવ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. હું તેમને સવાલ કરવા માંગુ છું. હું તેમને કહેવા માંગુ છું કે, તેઓ મારા સવાલના જવાબ આપે.
પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ ચૂંટણી અભિયાન માટે પાર્ટી કાર્યકર્તાઓનો આભાર માન્યો છે અને કહ્યું છે કે પીએમ મોદીએ રાફેલ મુદ્દે મારી સાથે ચર્ચા કરવાનો પડકાર કેમ ન સ્વીકાર્યો. પીએમ મોદી અને અમિત શાહની વિચારધારા મહાત્મા ગાંધીની વિચારધારા જેવી નથી. આ ચૂંટણીમાં ચૂંટણી પંચની ભૂમિકા પૂર્વગ્રહવાળી રહી છે અને તેમણે વડાપ્રધાન મોદીના કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને આદેશો આપ્યા છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે, હું ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસની વિચારધારાથી આગળ વધ્યો છું. વિચારધારાના સ્તર પર માયાવતી, મુલાયમ સિંહ, મમતા અને ચંદ્રાબાબુ નાયડૂ જેવા નેતા બીજેપીને કદી સપોર્ટ નથી કરતાં. અમે બંગાળ અને યુપીમાં ગઠબંધન નથી કર્યું પરંતુ અમે વિચારધારા સાથે જાડાયેલા છીએ. મને જણાવતા ગર્વ થાય છે કે, અમે મોદી જેવા લોકોની સામે લડી રહ્યા છીએ. અમે આરએસએસ જેવા સંગઠન સામે લડી રહ્યા છીએ. કરોડો ભારતીયો અમારી સાથે ઉભા હોવાનો અમને ગર્વ છે.
રાહુલ ગાંધીએ કહ્યું અમે પીએમ મોદીના ખોટા વાયદાઓને ઉઘાડા પાડ્યા છે. અમે ઉઘાડું પાડ્યું કે તેઓ ૧૫ લાખ રૂપિયા નહીં આપી શકે. ૨૩ તારીખે ખબર પડી જશે કે જનતા શું ઈચ્છે છે. તેઓ મારા પરિવાર વિશે સતત ટીપ્પણીઓ કરી રહ્યા છે પરંતુ હું તેમના માતા-પિતા વિશે કશું નહીં કહું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY