ન્યુ દિલ્હી,તા.૧૪
પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલી ડોક્ટરોની હડતાળ વચ્ચે કલકત્તા હાઈકોર્ટે સરકારને આદેશ કર્યો છે. હાઈકોર્ટે બંગાળ સરકારનેકહ્યું કે, તે તરત જ હડતાળ કરી રહેલાં ડોક્ટરો સાથે વાતચીત કરે અને મામલાનો ઉકેલ લાવે. એટલું જ નહીં, હાઈકોર્ટે મમતા સરકારને પુછ્યું છે કે, તેઓએ ડોક્ટરોની સુરક્ષા માટે કયા પગલાં ભર્યા છે. જણાવી દઈએ કે, એક જુનિયર ડોક્ટર સાથે થયેલી મારપીટ બાદ રાજ્યભરના ડોક્ટરો હડતાળ પર ઉતર્યા છે.
શુક્રવારે ડોક્ટરોની હડતાળને લઈ કલકત્તા હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. હાઈકોર્ટ તરફથી મમતા સરકારને હડતાળ કરી રહેલાં ડોક્ટરો સાથે વાત કરવાનું કહ્યું અને વાતચીતથી સમાધાન કરવા માટે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ગુરુવારે જ ડોક્ટરોએ એલાન કર્યું હતું કે તે હડતાળ પર ઉતરશે અને શુક્રવારે થયું પણ તેવું જ.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




