ન્યુ દિલ્હી,તા.૧૯
પશ્ચિમ દિલ્હીના ભાજપના સાંસદ પ્રવેશ સાહિબ સિંહ વર્માએ દાવો કર્યો છે કે, તેમના સંસદીય વિસ્તાર સહિત શહેરના અનેક ભાગોમાં સરકારી જમીન અને રોડ પર મસ્જિદો ઝડપથી વધી રહી છે. તેમણે જણાવ્યું છે કે, આનાથી યાતાયાત પ્રભાવિત થાય છે અને પ્રજાને મુશ્કેલી પડી રહી છે. સાંસદે નાયબ રાજ્યપાલ અનિલ બૈજલને પત્ર લખીને તાત્કાલિક કાર્યવાહી કરવાની અપીલ કરી હતી.
તેમણે નાયબ રાજ્યપાલને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, હું સમગ્ર દિલ્હી ખાસ કરીને મારા સંસદીય વિસ્તારના કેટલાક ખાસ ભાગોમાં સરકારી જમીન, રોડ અને ખાલી જગ્યાઓ પર વધી રહેલી મસ્જિદોની સંખ્યા અંગે તમને જણાવવા માગુ છું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આવા પ્રકારની મસ્જિદોને કારણે માત્ર યાતાયાત જ નહીં પરંતુ સામાન્ય લોકોને પણ અસુવિધા થાય છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે આ બાબતને ગંભીરતાથી લેવામાં આવશે અને નાયબ રાજ્યપાલના કાર્યાલય દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





