ન્યુ દિલ્હી,તા.૨
અમેઠીમાં ચૂંટણી પ્રચાર દરમ્યાન કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાની સામે બાળકો દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર લગાવેલાં નારાને કારણે પ્રિયંકા ગાંધીની મુશ્કેલીઓ વધી છે. પહેલાં અમેઠીથી ભાજપના ઉમેદવાર સમૃતિ ઈરાનીએ આને લઈને સવાલો કર્યા હતા. તો હવે રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે.
રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગે પોતાની ફરિયાદમાં બોમ્બે હાઈકોર્ટના આદેશનો ઉલ્લેખ કર્યો છે. આયોગે કહ્યું છેકે, ૪ ઓગષ્ટ ૨૦૧૪એ બોમ્બે હાઈકોર્ટે એક આદેશમાં ચૂંટણી પંચને બાળકોને ચૂંટણી પ્રચારમાં સામેલ ન કરવા માટે કહ્યું હતુ. બોમ્બે હાઈકોર્ટે આ મામલે ચૂંટણી પંચને દરેક રાજકીય પાર્ટીઓને નિર્દેશ રજૂ કરવાનો આદેશ આપ્યો હતો. હાઈકોર્ટનાં નિર્દેશ બાદ ચૂંટણી પંચે ૨૧ ફેબ્રુઆરી ૨૦૧૭માં દરેક પાર્ટીઓને નિર્દેશ આપ્યો હતોકે, ચૂંટણી પ્રચારમાં બાળકોને સામેલ ન કરવામાં આવે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






