ગાંધીનગર,તા.૮
કરચોરી કરવા માટે તથા બોગસ એકાઉન્ટ્સ માટે દેશમાં ઘણા લોકો એક કરતાં વધુ પાનકાર્ડનો ઉપયોગ કરી રહ્યા છે. આવકવેરા વિભાગે દેશભરમાંથી આવા ૧૭ લાખ પાનકાર્ડ રદ કર્યા છે. હવે જેની પાસે એક કરતાં વધુ પાનકાર્ડ હોય અને તેનો ઉપયોગ જુદા જુદા ખાતા ઓપરેટ કરવા થતો હોય તો પાનકાર્ડ રદ કરવાની સાથે રુ. ૧૦ હજાર સુધીની પેનલ્ટી ફટકારવામાં આવશે. ઉપરાંત, જે-તે કરદાતાના એસેસમેન્ટ ઓફિસરને પણ આ બાબતે જાણ કરવામાં આવશે.
હવે બેંક એકાઉન્ટ ખોલાવવા માટે, ઇનકમ ટેક્સ રિટર્ન ભરવા માટે તથા કોઇ પણ મોટા આર્થિક વ્યવહારો કરવા માટે પાનકાર્ડ ફરજિયાત છે. દેશમાં ઘણા કૌભાંડીઓ પાનકાર્ડ ભાડે લઇને બોગસ કંપનીઓ ઓપરેટ કરી કરોડોની કરચોરી કરી રહ્યા છે. કેટલાક લોકોએ પોતાના જ નામના એક કરતાં વધુ પાનકાર્ડ મેળવીને દુરુપયોગ કરી રહ્યા છે. તેથી ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે વધારાના પાનકાર્ડ રદ કરવા અભિયાન શરુ કર્યું છે. અત્યાર સુધીમાં ગુજરાતમાંથી એક લાખ સહિત દેશભરમાંથી આાં ૧૭ લાખ કાર્ડ રદ કરાયા છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




