પ્લેનમાં મહિલાને લેબર પેઈન થતા ઈમરજન્સી લેન્ડ કરાયું, બાળક જન્મ્યું

0
58

મુંબઈ,તા.૨૪
મુંબઇના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર બુધવારે સવારે ઇન્ડોનેશિયા જઇ રહેલા એક વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરાયું હતું. અબુધાબીથી જકાર્તા માટે ઉડાન ભરેલા એતિહાદ એરવેઝના વિમાનમાં એક ગર્ભવતી મહિલા દ્વારા બાળકને જન્મ આપ્યા બાદ વિમાનને મુંબઈ ડાઇવર્ટ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ અહીં વિમાનની લેન્ડિંગ બાદ મહિલા અને નવજાત બાળકને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ ગર્ભવતી મહિલાને વિમાનમાં મુસાફરી દરમિયાન જ પ્રસૂતિ પીડા શરૂ થઇ હતી. ત્યારબાદ વિમાનમાં કેબિન ક્રૂ અને અન્ય મહિલા મુસાફરોની મદદથી તેની ડિલિવરી કરવામાં આવી. આ દરમિયાન વિમાનના પાઇલટે એર ટ્રાફિક કંટ્રોલના અધિકારીઓને પણ તેની માહિતી આપી હતી.
એટીસીએ આ મામલે સંવેદનશીલતા દર્શાવી વિમાનને તાત્કાલીક મુંબઇના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતારવાની સૂચના આપી હતી, જેના પછી તાત્કાલિક ફ્લાઇટની ઇમર્જન્સી લેન્ડિંગ કરાઈ. વિમાનના લેન્ડિંગ પછી વિમાન કંપની અને એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓએ મહિલા અને તેના નવજાત બાળકને સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં શિફ્ટ કરાવવાની વ્યવસ્થા કરી હતી. સૂત્રો અનુસાર મહિલા અને નવજાતને વિમાનમાંથી બહાર કાઢ્યા બાદ અધિકારીઓએ ફરી વિમાનને ઉડાન ભરવા માટે મંજૂરી આપી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY