રાજકોટ,તા.૨૯
એક તરફ સરકાર દ્વારા વારંવાર વિવિધ યોજનાઓ લાગુ કરવામાં આવી હોવાના દાવાઓ કરવામાં આવતા હોય છે. બીજી તરફ કોઈપણ યોજનાઓનો લાભ સાચા અર્થમાં છેવાડાના માનવી સુધી ન પહોંચવાના અનેક બનાવો પણ સામે આવતા હોય છે. આવા જ એક બનાવમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની સહાય ન મળતા એક વૃધ્ધાએ કલેક્ટર કચેરી ખાતે આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો. જા કે વૃધ્ધા આવું કોઈ પગલું ભારે તે પહેલાં જ પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી.
મૂળ ખોરાણા ગામના વતની જયાબેન દાંતેસરિયા આજરોજ આત્મવિલોપન કરવાના ઈરાદે જ્વલનશીલ પદાર્થ સાથે લઈ કલેક્ટર કચેરીએ આવી પહોંચ્યા હતા. જા કે તેઓ કંઈપણ કરે તે પહેલાં જ પોલીસ દ્વારા તેમની અટકાયત કરી કેરોસીનનું કેન કબ્જે લીધું હતું. પોતે પ્રધાનમંત્રી આવાસ યોજનાની સહાય માટે અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ પગલાં ન લેવાતા પોતે આ છેલ્લું પગલું ભરવા તૈયાર થયા હોવાનું જયાબેને જણાવ્યું હતું. આવતીકાલે પ્રધાનમંત્રી રાજકોટ આવી રહ્યા છે. ત્યારે આજે વૃધ્ધાએ આત્મવિલોપનનો પ્રયાસ કરતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





