ધોની ઝારખંડ રાજ્ય ક્રિકેટ ઍસોસિયેશનનો આજીવન મેમ્બર બનશે

0
5

રાંચી,તા.૨૮
ભારતીય ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીને ઝારખંડ રાજ્ય ક્રિકેટ ઍસોસિયેશનનો આજીવન સભ્ય બનાવવામાં આવશે. જેએસસીએની મેનેજિંગ કમિટીની બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો હતો. જેએસસીએના આ પ્રસ્તાવ પર ધોનીએ પણ પોતાના સહમતિ આપી દીધી છે. જલ્દી આને લઈને ઔપચારિકતા પુરી કરવામાં આવશે.
જેએસસીએના નવા અધ્યક્ષ ડૉ.નફીસ અખ્તરે કહ્યું હતું કે ધોનીએ જેએસસીએમાં આજીવન સભ્ય બનવાને લઈને પોતાની મંજૂરી આપી દીધી છે. હવે જલ્દી બધી ઔપચારિકતા પુરી કરી આ બાબતની જાહેરાત કરવામાં આવશે.
જાણકારી પ્રમાણે જેએસસીએના ઓફર ઉપર ધોનીએ કહ્યું હતું કે હું જેએસસીએનો અભિન્ન અંગ છું. પહેલાથી જ માનદ સભ્ય છું. આનાથી પણ મને કોઈ પરેશાની નથી. છતા જેએસસીએ ઇચ્છી રહ્યું છે તો હું આજીવન સભ્ય બનવા તૈયાર છું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY