રિલાયન્સ ઇન્સ્યોરન્સ કંપનીની ક્રોપ કટિંગ કામગીરી સામે ખેડૂતોનો વિરોધ

0
33

દ્વારકા,તા.૭
ચોમાસાની વિદાય બાદ સર્જાયેલ અછતની સ્થિતિ વચ્ચે આ વરસે પાક વિમાનો પ્રશ્ન ચોક્કસથી ગાજશે તેના એંધાણ અત્યારથી જ વર્તાવા લાગ્યા છે. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર પંથકમાં ખેત વીમા સાથે સંકળાયેલ રિલાયન્સ ઇન્સ્યોરન્સ કંપની દ્વારા હાથ ધરવામાં આવેલ ક્રોપ કટિંગની કાર્યવાહીને ખેડૂતોએ એક તરફી ગણી વિરોધ દર્શાવ્યો છે. કંપની દ્વારા અમુક સ્થળે સારા પાકના નમુના લઇ સર્વનું મુલ્યાંકન હાથ ધરી દેતા ખેડૂતોએ કાર્યવાહી અટકાવી સુત્રોચ્ચાર કરી નિયમ મુજબ અને સચોટ કાર્યવાહી કરવાની માંગણી કરી છે.
આ વર્ષે વરસાદની તંગી વચ્ચે ખરીફ પાક નિષ્ફળ નીવડે તેવા સંજાગો ઉભા થયા છે. હાલારના બંને જીલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં મગફળી અને કપાસના પાક પર સંકટના વાદળો ઘેરાયા છે. ચોમાસાએ વિધિવત વિદાઈ લઇ લીધી છે ત્યારે હવે વરસાદની કોઈ શક્યતા નથી તેમજ ઓછા વરસાદને કારણે સિંચાઈના તળ પણ તરસ્યા રહી જતા સિંચાઈના પાણી બચ્યા નથી.
ખેડૂતોના જણાવ્યા અનુસાર એક ખેતરમાં તમામ પાક સુકાઈ ગયો ન હોય, અમુક સારી જમીનમાં પાક સારી સ્થિતિમાં હોય તે જ જગ્યાએથી નમુના લેવામાં આવતા હતા. આ નમૂનાના આધારે પાક વિમાની ટકાવારી નક્કી થવાની હોવાથી ખેડૂતોએ વિરોધ કર્યો હતો. છતાં પણ કંપનીની ટીમે કામગીરી ચાલુ રાખતા ખેડૂતો રોસે ભરાયા હતા અને રિલાયન્સ કંપનીનો વિરોધ કર્યો હતો. અંતે વીમા ટીમ દ્વારા કામગીરી અટકાવી દેવામાં આવી હતી. ખેડૂતોની માંગણી છે કે ક્રોપકટિંગનું સચોટ મૂલ્યાંકન થાય તેમ નમુના લેવા જાઈએ, આગામી સમયમાં કંપની દ્વારા સર્વગ્રાહી મુલ્યાંકન નહિ કરવામાં આવેતો સખ્ત વિરોધ કરવાની ખેડૂતોએ તૈયારી દર્શાવી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY