અનુસૂચિત જનજાતિઓની કલ્યાણ સમિતિ તાપી જિલ્લામાં સ્થળ તપાસ કરશે.

0
75

 તા. ૩૦મી, ઓગષ્ટના રોજ ગુજરાત વિધાનસભાની અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટેની સમિતિ તાપી જિલ્લાની મુલાકાત લઇ નિર્ધારિત સ્થળોએ સ્થળ તપાસ કરશે. આ સમિતિના અધ્યક્ષ મોહનભાઇ ઢોડિયા અને તેમની ટીમ નિર્ધારિત કાર્યક્રમ અનુસાર સવારે ૦૯:૦૦ કલાકથી તાપી જિલ્લાના નિર્ધારિત સ્થળોની મુલાકાત લેશે.

સમિતિ દ્વારા આદિવાસી ખેડૂતોની જમીનને લગતા પ્રશ્નોના નિરાકરણનો પ્રયાસ કરશે. આ સમિતિ આદિવાસી ખેડૂતોની જમીનને લગતી વનારસાઇ ઝુંબેશ, બ્લોક વિભાજન, જરાયત ગણવા બાબતોનો અભ્યાસ કરશે. આ ઉપરાંત સમિતિ નાના ખેડૂતોને વારસાઇ, બ્લોક વિભાજન જેવી બાબતો અંગે માર્ગદર્શન પણ આપશે.

અનુસૂચિત જનજાતિ કલ્યાણ સમિતિ આજે તા. ૩૦મી, ઓગષ્ટના રોજ સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦ કલાક દરમિયાન ઉચ્છલ તાલુકાના કટાસવાણ ગામની મુલાકાત લઇ સ્થળ તપાસ કરશે. ત્યાર બાદ બપોરે ૧૩:૦૦ થી ૧૫:૦૦ કલાક દરમિયાન વાલોડ તાલુકાના અલગટ ગામની મુલાકાત લેશે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY