અમરેલીમાં ગાજવીજ સાથે ભારે વરસાદ ખાબક્યો, મગફળીના પાકને નુકશાન

0
51

અમરેલી,તા.૨૨
ગુજરાતમાં ચાલુ વર્ષે સરેરાશ વરસાદ કરતા પણ ઘણો વધારે વરસાદ વરસ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ પણ થઈ રહ્યો છે. તેમાં ખેડૂતો માટે ફરી નિરાશાભર્યા સમાચાર વહેતા થયા છે.
પોરબંદરમાં અરબી સમુદ્રમાં લો પ્રેશરના પગલે પોરબંદરનો દરિયો તોફાની બનશે અને આગામી સમયમાં સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટાં પડશે તેવું હવામાન ખાતાએ જણાવ્યુ હતુ. દક્ષિણ ગુજરાતમાં કપરાડા, વાપી, નવસારીમાં સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો.
સુરત શહેરમાં પવન સાથે વરસાદ શરૂ થયો છે. સુરતના અઠવાલાઈન્સ, પાર્લે પોઈન્ટ, રિંગ રોડમાં વરસાદ પડયો હતો. સુરતમાં ધીમીધારે વરસાદથી વાતાવરણ ઠંડુગાર બની ગયું હતું. સુરતમાં આજે સવારથી વાદળછાયા વાતાવરણ સાથે વરસાદ વરસી રહ્યો છે. બીજી બાજુ શહેરના અઠવાલાઇન્સ પાર્લે પોઇન્ટ રિંગ રોડ વિસ્તારમાં ધીમી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. અમરેલીના ધારીના ગ્રામ્ય પંથકમાં વરસાદ પડી રહ્યો છે. અમરેલીના દલખાણિયા અને સરસિયા પંથકમાં વરસાદ પડયો હતો. કમોસમી વરસાદને લઈને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
આ સિવાય સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં વરસાદી ઝાપટાં પડી રહ્યા છે. પોરબંદર, ભાવનગર, અમરેલી, દીવમાં વરસાદ જોવા મળી રહ્યો છે. દરિયા કિનારાના વિસ્તાર પોરબંદરના ઘેડ પંથકમાં પણ વરસાદ પડી રહ્યો છે. બીજી બાજુ ભાવનગરના મેથળા, કેરાળા, દાઠા સહિતના ગામડામાં વરસાદ પડતા જગતના તાત ચિંતામાં પેઠો છે.
અમરેલીના સાવરકુંડલા, રાજુલા સહિતના તાલુકામાં વરસાદ પડતા મગફળી સહિતના અનેક પાકને મોટું નુકસાન થયું છે. કમોસમી વરસાદથી મગફળી, કપાસ, એરંડા સહિતના પાકને ભારે નુકસાન થયું છે. હજી પણ હવામાન વિભાગે પણ ૨ દિવસ વરસાદની આગાહી કરી છે. દિવાળીના આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વાઘ બારસ ૨૪ ઓક્ટોબરે અને ધનતેરસ ૨૫ ઓક્ટોબરે હવામાન
અમરેલી જિલ્લાના સાવરકુંડલા, ધારી, ખાંભા અને જેસર સહિતના તાલુકામાં અચાનક તૂટી પડેલા વરસાદના કારણે કેટલાક ખેડૂતોને રોવાનો સમય આવ્યો છે. ખેડૂતોએ લણણી બાદ પાક ખેતરમાં મૂક્યો હતો અને અચાનક વરસાદ તૂટી પડવાથી પાકને નુકસાન થયું છે. ખેડૂતોનું માનવું હતું કે વરસાદ તે પહેલા પાકને સુરક્ષિત સ્થળે પહોંચાડી દે, પરંતુ ખેતરમાં ઢગલો કરેલો પાક પલળી જવાથી નુકસાન ભોગવવું પડયું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY