બ્રેકિજટની તારીખ ૩૧ ઓક્ટોબર સુધી લંબાવાઇ, યુકેને નિર્ણય બદલવાનો પ્રસ્તાવ મળ્યો

0
283

યુકે,તા.૧૧
યુનાઇટેડ કિંગડમ અને યુરોપિયન યુનિયનની વચ્ચે બ્રેકિજટની તારીખ આગળ લંબાવીને ૩૧ ઓક્ટોબર કરવા પર સહમતી બની છે. બ્રિટિશ વડાપ્રધાન થેરેસા મે અને યુરોપિયન કાઉÂન્સલના અધ્યક્ષ ડોનાલ્ડ ટસ્ક વચ્ચે પાંચ કલાક સુધી ચાલેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો. મીટિંગ બાદ ટસ્કે કહ્યું કે, યુકે ઇચ્છે તો ઇયુમાંથી બહાર નિકળવાના નિર્ણય પર ફેરવિચાર કરી શકે છે અથવા રદ કરી શકે છે. આ અગાઉ બ્રેકિજટ માટે ૩૧ માર્ચ તારીખ નક્કી કરી હતી, પરંતુ બ્રિટિશ સાંસદોએ યુરોપથી બહાર થવાની સરકારની શરતોને નામંજૂર કરી દીધી હતી, ત્યારબાદ આ તારીખ ૧૨ એપ્રિલ સુધી આગળ ધપાવવામાં આવી હતી.
નવી સમજૂતી અનુસાર, યુકેને નક્કી કરેલી તારીખ માટે ફ્લેકિસબલ એક્સટેન્શન મળ્યું છે. જેનો અર્થ એ થયો કે, ૩૧ ઓક્ટોબર સુધી યુકે જ્યારે ઇચ્છે ત્યારે ઇયુથી બહાર થઇ શકે છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ડોનાલ્ડ ટસ્કે કહ્યું કે, બ્રિટને હવે આ કિમતી સમય બરબાદ ના કરવો જાઇએ. હકીકતમાં થેરેસા મે પહેલેથી જ કહી ચૂકી છે કે, તે બ્રેકિજટની તારીખ ૩૦ જૂન સુધી વધારવા ઇચ્છે છે. તેઓએ એમ પણ કહ્યું હતું કે, જા સંસદ તેમના બહાર નિકળવાની શરતોને મંજૂર કરી લેશે તો તેઓ નિશ્ચિત તારીખ પહેલાં ઇયુમાંથી બહાર થવાની કાર્યવાહી શરૂ કરી શકે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY