૧૫૭ બૂથ પર ઇવીએમ મશીન ખોટકાતાં ફરી મતદાનની માગણી

0
4

હૈદરાબાદ,તા.૧૧
આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન અને તેલુગુ દેશમના વડા ચંદ્રા બાબુ નાયડુએ વડા ચૂંટણી કમિશનર સુનીલ અરોરાને પત્ર લખીને એવો આક્ષેપ કર્યો હતો કે આંધ્ર પ્રદેશમાં કેટલાક મતદાન મથકો પર એકસો સત્તાવન જેટલા ઇવીએમ ખરાબ થઇ જતાં કંટાળેલા મતદારો મતદાન કર્યા વિના પાછાં ગયા હતા એટલે અહીં નવેસર મતદાન કરાવવું જાઇએ.
તેમણે એવો દાવો કર્યો હતો કે આજે સવારે મતદાનના પહેલા ચરણમાં કેટલાંક મતદાન મથકો પર ૧૫૭ જેટલાં ઇલેક્ટ્રોનિક વાટિંગ મશીન્સ બગડી જતાં અડધો પોણો કલાક મતદાન અટકી પડ્યું હતું. પરિણામે કંટાળેલા મતદારો ઘરભેગા થઇ ગયા હતા. મતદાન ફરી શરૂ થયા બાદ કંટાળેલા મતદારો પાછાં ફર્યાં નહોતા. એટલે ઇવીએમ બગડ્યા હતા એ મતદાન મથકો પર નવેસર મતદાન કરાવવું જાઇએ. આંધ્ર પ્રદેશમાં લોકસભાની ૨૫ અને વિધાનસભાની ૧૭૫ બેઠકો પર આજે મતદાન શરૂ થયું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY