જમ્મુ-કાશ્મીર,તા.૫
જમ્મુ નજીક કટરા સ્થિત વિશ્વપ્રસિદ્ધ ધાર્મિક સ્થળ શ્રી માતા વૈષ્ણોદેવીને સૌથી સ્વચ્છ ધાર્મિક સ્થળ માટેનો પુરસ્કાર પ્રાપ્ત થયો છે. મુંબઇમાં ગાંધીજયંતી પર સફાઇગીરી એવોર્ડના કાર્યક્રમમાં જમ્મુના આ સુપ્રસિદ્ધ સ્થળને સર્વાધિક સ્વચ્છ સ્થળ જાહેર કરવામાં આવ્યું હતું.
કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડના સીઇઓ ધીરજ ગુપ્તાને આ પુરસ્કાર એનાયત કર્યો હતો. શ્રી માતા વૈષ્ણોદેવી મંદિર વડા પ્રધાન કાર્યાલયમાં કામ કરતા રાજ્યપ્રધાન ડો.જિતેન્દ્રસિંહના ઉધમપુર-ડોડા સંસદીય મતક્ષેત્રમાં આવે છે. તેમણે સોશિયલ સાઇટ ટિવટર પર શ્રી માતા વૈષ્ણોદેવી ધાર્મિક સ્થળને આ સ્વચ્છતા પારિતોષિક મળવાની પ્રશંસા કરી હતી.
ડો.જિતેન્દ્રસિંહે શ્રી માતા વૈષ્ણોદેવી ધાર્મિક સ્થળને મળેલા સ્વચ્છતાના પુરસ્કારની પ્રશંસા કરવા ઉપરાંત અંકુશરેખાની જેમ આંતરરાષ્ટ્રીય સરહદ પર વસતા લાખો લોકોને અનામત આપવાની મંજૂરી આપવાના નિર્ણયની પણ પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આ નિર્ણયને પગલે મારા સંસદીય ક્ષેત્ર કઠુઆમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર આવેલા ૩૦૦ ગામમાં વસતા ત્રણ લાખ લોકોને ફાયદો થશે. આ નિર્ણયથી તેમની સાથેના ભેદભાવનું પ્રકરણ હવે સમાપ્ત થઇ ગયું છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




