બોઈંગ સામે નવો પડકાર : કર્મચારીઓના પાર્કિંગ એરિયામાં વિમાન ઊભા કરવા મજબૂર

0
3

વૉશિંગ્ટન,તા.૨૭
ગ્લોબલ એવિએશન કંપની બોઈંગ માટે હાલ તેમના જ વિમાનો પડકારરૂપ બન્યા છે. જો કે, કંપનીના ઘણા વિમાનો સમારકામ માટે મેદાનમાં છે. વોશિંગ્ટન સ્ટેટ ફેક્ટ્રીમાં પણ જગ્યા ઓછી પડવા લાગી છે. જેથી કર્મચારીઓએ પાર્િંકગ એરિયામાં જ આ વિમાનોને પાર્ક કરી દીધા છે.
બ્લૂમબર્ગના રિપોર્ટ પ્રમાણે, દુનિયાભરમાં અંદાજે ૫૦૦ વિમાન મેદાનમાં છે. જેમાંથી અંદાજે ૧૦૦ વિમાન તો રેંટમ ફેક્ટ્રીમાં જ ઊભા છે. આવાનારા સમયમાં કંપનીને વિમાન પાર્ક કરવા માટે કોઈ બીજો રસ્તો ખોળવો પડશે.
બોઈંગ ૭૩૭ મેક્સની ઉડાન પર ઘણાં દેશોએ પ્રતિબંધ લગાવ્યો છે. જેનું કારણ વિમાનનું સતત ક્રેશ થવાની ઘટનાઓ છે. ફરિયાદો બાદ કંપનીએ તેના સિસ્ટમને અપડેટ કરવાની યોજના બનાવી હતી. પાયલટ અને ક્રુ મેમ્બર્સ માટે ટ્રેનિંગ સેશન પણ કરાવવામાં આવ્યા હતા.
૧૦ માર્ચે થયેલા ઈથોપિયન એરલાઈન્સ બોઈંગ ૭૩૭ મેક્સ-૮ પ્લેન ક્રેશમાં ૧૫૭ લોકો માર્યા ગયા હતા. તપાસમાં આ દુર્ઘટના સર્જાવાનું કારણ સેન્સરમાં ખામી હોવાનું જણાવવમાં આવ્યું હતું. આ જાણકારી પ્લેનના બ્લેક બોક્સમાંથી મળ્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY