નાંદોદના રસેલા ગામે બંધ મકાનમાંથી 79 હજાર ના દાગીના અને સામાન ની ચોરી 

0
28

સાડીયો,ચાંદીનો ગ્લાસ સોનાની બુટ્ટી સોનાના પેન્ડલ સહીત કુલ રૂપિયા 79,500/- ની ચોરી

રાજપીપલા: નર્મદા જિલ્લા ના નાંદોદ તાલુકાના રસેલા ગમે ગત રાત્રે એક બંધ મકાન નું તાળું તોડી ચોરટાઓ ચોરી કરી ફરાર થઈ જતા રાજપીપલા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર રસેલા ગામમાં રહેતા છત્રસિંહ કાલુબાવા રાઠોડે આપેલી ફરિયાદ મુજબ ગત રાત્રે એમના બંધ મકાન ના દરવાજા નું તાળું કોઈ એ તોડી અંદર ઘુસી સાડી નંગ- 25 જેની કિંમત 50 હજાર,ચોળી નંગ-1 ની કિંમત 15 હજાર,ચાંદીનો ગ્લાસ નંગ -1 2500/- રૂપિયા ,સોનાની બુટ્ટી-1 જોડી કિંમત રૂપિયા 7 હજાર,સોનાના પેન્ડલ 2 સેટ કિંમત રૂપિયા 5 હજાર મળી કુલ રૂપિયા 79,500/- ની ચોરી કરી ચોરો ફરાર થઈ જતા પોલીસે આ બાબતે ફરિયાદ લઈ અજાણ્યા ચોર ની શોધખોળ શરુ કરી છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY