નર્મદા મૈયા બ્રિજ નીચેથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતાં ચકચાર

0
12

ભરૂચ શહેરના કોલેજ રોડ પર આવેલા નર્મદા મૈયા બ્રિજ નીચેથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી ગઈ હતી. મૃતક ભિક્ષુક જેવો હોવાનું પ્રાથમિક અનુમાન છે.

ઘટનાની જાણ રાહદારીઓ દ્વારા સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને કરવામાં આવતાં તેઓ પોતાની ટીમ સાથે તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. મૃતદેહની તપાસ કર્યા બાદ તેમણે ભરૂચ સી ડિવિઝન પોલીસને જાણ કરી હતી.

પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરવા તજવીજ શરૂ કરી છે. મૃતકની ઓળખ અને મોતનું કારણ જાણવા પોલીસ તપાસ કરી રહી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY