ભડકોદ્રાના આદિત્યનગરમાં કારમાં આગ લાગતાં અફરાતફરી

0
2

 

અંકલેશ્વર

  કારણે

અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગામના આદિત્યનગરમાં એક કારમાં અચાનક આગ લાગતાં અફરાતફરી મચી હતી. આગ લાગ્યા બાદ કારમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગતાં સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

 

ઘટનાની જાણ થતાં અંકલેશ્વર DPMC ફાયર વિભાગની ટીમ ફાયર ફાઇટરો સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર જવાનોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.

 

સમયસર આગ પર કાબૂ મેળવી લેવાતાં આગ વધુ ફેલાતી અટકી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી. કારમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY