હ્યુસ્ટન,તા.૨૫
હ્યૂસ્ટનના એક સંશોધકે જણાવ્યું છે કે દારુના સેવનથી દર વર્ષે દુનિયાભરમાં લગભગ ૨૮ લાખ લોકોનું મોત થાય છે. તેમાં કારણ હોય છે દારુ પીવાથી થનારી હ્રદય રોગ, કેન્સર જેવી બિમારી અને તેના નશાના કારણે થતા માર્ગ અકસ્માત.
સંશોધકોને એ વાતની કોઈ સાબિતી નથી મળી કે થોડી માત્રામાં દારુના સેવનથી લોકોને સ્વસ્થ્ય રહેવામાં મદદ મળે છે. આ ઉપરાંત તેમને એ વાતની પણ કોઈ સાબિતી ન મળી કે કોઈ પણ પ્રકારનો દારુ પીવો સ્વાસ્થ્ય રહેવામાં મદદગાર સાબિત થઈ શકે છે.
વિસ્તૃત સંશોધન પ્રમાણે ક્યારેક-ક્યારેક પણ દારુનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. એક રિપોર્ટ પ્રમાણે વર્ષ ૨૦૧૬માં દારુના કારણે ૨૮ લાખ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો પડ્યો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



