ઉન્નાવ ગેંગરેપ : મુખ્ય સાક્ષીના શબને કબરમાંથી કાઢી કરાશે પોસ્ટમોર્ટમ

0
24

ઉન્નાવ,તા.૨૫
ઉન્નાવ દુષ્કર્મ સાથે જોડાયેલા મામલે મુખ્ય સાક્ષીના મોતના કારણોની તપાસ માટે કબરમાંથી કાઢીને તેના શબનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. મામલાની તપાસ કરી રહેલા ક્ષેત્રાધિકારી સફીપુરે આ વાતની પુષ્ટિ કરતા જણાવ્યુ કે શબનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવશે. આ પોસ્ટમોર્ટમ ક્યારે થશે એ વિષયમાં તેમણે કોઈ જાણકારી આપી નથી. દુષ્કર્મ પીડિતાના પિતા સાથે થયેલી મારપીટની ઘટનાને નજરે જોનાર સાક્ષી યુનૂસ ખાન નાનાનું મોત થઈ ગયુ હતુ. આ અંગે દુષ્કર્મ પીડિતાના કાકાએ જિલ્લાધિકારી તેમજ પોલિસ અધિક્ષકે પોલિસ અધિક્ષકને પત્ર લખીને શબનું પોસ્ટમોર્ટમ કરાવવાની માંગ કરી હતી.
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ શબનું પોસ્ટમોર્ટમ કરાયા વિના દફન કરવા મામલે ટીકા કરી હતી. સીબીઆઈએ પણ આ અંગે ડીજીપીની પૂછપરછ કરી હતી. મામલાની ગંભીરતાને જોતા ડીજીપીએ સીબીઆઈને ઘટનાની જાણકારી આપી. કાયદાકીય સલાહ સૂચન કરાયા બાદ શબનું પોસ્ટમોર્ટમ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. એડીજી લખનઉ ઝોને પોલિસ અધિક્ષકને યુનૂસ ખાનના શબને કબરમાંથી કાઢીને પોસ્ટમોર્ટમ કરવવાનો નિર્દેશ આપ્યો. આ અંગે પોલિસ અધિક્ષકે જિલ્લાધિકારીની પરવાનગી માંગી છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY