સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ,પોલીસે તપાસ હાથ ધરી
રાજકોટ,તા.૨૫
ફરી એક વખત રાજકોટમાં અસામાજિક તત્વોનો આંતક સામે આવ્યો છે. રાજકોટમાં પહેલા પણ અનેક વખત અસામાજિક તત્વોની દાદાગીરીના અહેવાલો પ્રકાશિત થતા રહે છે. ત્યારે વધુ એક વખત રાજકોટમાં અસામાજિક તત્વોએ પોલીસને પડકારતા પોતાનું માથું ઉંચક્યુ છે.
આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, આજે રાજકોટમાં અસામાજિક તત્વોનો ખુલ્લો આતંક સામે આવ્યો છે, આજની ઘટનામાં વેપારીઓને જબરદસ્તીથી આવા તત્વોએ દુકાનો બંધ કરાવી હતી. આ સિવાય આવા અસામાજિક તત્વોએ અનેક ગાડીઓમાં પણ તોડફોડ કરી હતી. અસામાજિક તત્વોનો ખુલ્લો આતંક ૩થી ૪ દુકાનોના સીસીટીવી ચાલું હતા, તે દરમિયાન કેદ થયા હતા. આ સમગ્ર મામલો હાલ રાજકોટના માલવીયા નગર પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. પોલીસને મળેલા સીસીટીવી ફૂટેજના આધારે આવા અસામાજિક તત્વોની ઓળખ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અગાઉ પણ રાજકોટના જંકશન વિસ્તારમાં આવેલા મેડીકલ સ્ટોરના વેપારી પર અસામાજિક તત્વો દ્વારા છરી વડે હુમલો કરવાના અહેવાલો બની ચૂક્યા છે. આ ઘટના બાદ જંકશન વિસ્તારના વેપારીઓએ બંધ પાડીને વિરોધ કર્યો હતો. અને વેપારીઓ રાજકોટ પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




