અમદાવાદ,તા.૩૦
કોંગ્રેસના રાધનપુરના યુવા ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ઉપર ભ્રષ્ટાચારના ગંભીર આરોપ કરવામાં આવ્યા છે. રાધનપુર તાલુકા પંચાયતના ચેરમેને ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ઉપર કોંગ્રેસમાં પોતાની મનમાની કરતા હોવાનો આરોપ લગાવ્યો છે. અલ્પેશ ઠાકોરના કારણે જ તેમણે કોંગ્રેસ છોડીને ભાજપનો છેડો પકડવો પડ્યો હોવાનો પણ આરોપ લગાવ્યો છે. ઉલ્લેખનીય છે કે, દારૂબંધી અને વ્યસન મુક્તી અભિયાનને લઇને ચાલનારા કોંગ્રેસના રાધનપુરના ધારાસભ્ય સામે જ રાધનપુરમાંથી ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે.
રાધનપુર તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન સુરેશ ઠાકોરે જણાવ્યું હતું કે, અલ્પેશ ઠાકોરના કારણે અમે કોંગ્રેસ છોડ્યું છે. અલ્પેશ ઠાકોર સોલાર પાર્કમાં પણ ભ્રષ્ટાચાર આદરી રહ્યા છે. તેમણે ગંભીર આરોપ લગાવતા કહ્યું હતું કે, અલ્પેશ ઠાકોર તેમના પીએ હાર્દિક ત્રિવેદી દ્વારા રાધનપુર નગરપાલિકામાં ભ્રષ્ટાચાર આદરી રહ્યા છે.
હાર્દિક ત્રિવેદી હમણા નવી ગાડી લાવ્યા છે. આટલા દિવસથી તેમની પાસે ગાડી લાવવાના પૈસા ન્હોતા તો અત્યારે ગાડી ક્યાંથી આવી. અલ્પેશ ઠાકોરે અમદાવાદમાં પાંચ કરોડનો બંગલો લીધો છે એ પણ ક્યાંથી આવ્યો. એટલે અલ્પેશ ઠાકોર કહેતા હોય કે હું દુધે ધોયેલો છે તો એ ખોટી વાત છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં પોતાની મનમાની કરી રહ્યા છે. કોઇ સભ્યોનું સાંભળતા ન હોવાનો પણ આરોપ લગાવ્યો હતો.અલ્પેશ ઠાકોર પાટણ જિલ્લા પંચાય અને રાધનપુર તાલુકા પંચાયતમાં ભાજપમાં જવું પડ્યું છે.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



