નવી દવાઓના સંશોધન પાછળ જંગી ખર્ચના બદલે તેને અપગ્રેડ કરવા નિષ્ણાતોની સલાહ

0
40

અમદાવાદ,તા.૩૦
નવી નવી દવાઓના સંશોધન માટે અબજો રુપિયાનો ખર્ચ જે દવાઓ ઉપલબ્ધ છે તેમાં વધુ સુધારાવધારા કરી અપગ્રેડ કરવાની દવાઉદ્યોગના નિષ્ણાતો દ્વારા સલાહ આપવામાં આવી હતી. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી- જીટીયુ સંલગ્ન કોલેજોના પ્રોફેસરોને દુનિયાભરના લેટેસ્ટ ટ્રેન્ડ અને જાણકારીથી અપડેટ અને અપગ્રેડ કરવા મોટાપાયે ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામો હાથ ધરવામાં આવ્યાં છે જેમાં ફાર્મસીના પ્રાધ્યાપકો માટે ડ્રગ ડિસ્કવરીના ક્ષેત્રમાં સ્પેક્ટ્રોસ્કોપી એનાલિસિસ વિશે નિષ્ણાતોનું માર્ગદર્શન સમયે આમ જણાવવામાં આવ્યું હતું.
એઆઈસીટીઈના ફાર્મસી શિક્ષણ વિભાગ ના રાષ્ટ્રીય બોર્ડના સભ્ય ડા. સતીશ ગાભેએ ૨૫ કોલેજાના પ્રોફેસરોને વધુમાં એવી સલાહ આપી હતી કે તમારા જ્ઞાન ને અપડેટ અને અપગ્રેડ કરીને વિદ્યાર્થીઓને ભણાવશો તો તેઓના સ્તરમાં અનેકગણો ફાયદો થશે. તેમણે ન્યૂક્લિયર મેગ્નેટિક રેઝોનન્સ સ્પેક્ટ્રોસ્કોપી (એન.એમ.આર) અને માસ સ્પેક્ટ્રોસ્કોપી વિશે વિગતવાર છણાવટ કરી હતી. તેમણે ડ્રગ ડીસ્કવરી બાબતના રિસર્ચ વિશે ના નવા પ્રવાહો અંગે અનેક રસપ્રદ ટેકનિકલ જાણકારી આપી હતી.
એઆઈસીટીઈના ફાર્મસી શિક્ષણ વિભાગ ના રાષ્ટ્રીય બોર્ડના સભ્ય નાગેશ નંદાએ ભારતમાં ડ્રગ ડિસ્કવરીની પરિસ્થિતી જણાવતાં કહ્યું હતું કે એક નવી દવા શોધવાની હોય તો તેના પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે. તેમાં લગભગ ૧૫ વર્ષ જેટલો લાંબો સમય લાગે છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
mo. 9978406923
પ્રેસ કાર્ડ આપવામાં આવશે

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY