દારૂ નશામાં પત્રકારો સમક્ષ ટ્રમ્પ પરિવારની જાણકારી આપનાર પીએની છુટ્ટી

0
13

વૉશિંગ્ટન,તા.૩૧
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની એક પર્સનલ આસિસન્ટને દારૂના નશામાં પત્રકારો સમક્ષ ટ્રમ્પ પરિવારને લગતી જાણકારીઓ આપી દેવાના કારણે વ્હાઈટ હાઉસનો દરવાજો દેખાડી દેવાયો છે. ટ્રમ્પની ૨૮ વર્ષીય પીએ મેડેલિન વેસ્ટરહાઉસ પર એક ડિનર દરમિયાન પત્રકારો સાથે ઓફ ધ રેકોર્ડ વાતચીતમાં ટ્રમ્પ પરિવારની અંગત જાણકારી લીક કરવાનો આરોપ છે.
કથિત રીતે મેડેલિને પત્રકારોને કહ્યુ હતુ કહે, ટ્રમ્પને તેમની પુત્રી ટિફની જાડી હોવાથી તેની સાથે ફોટો પડાવવાનુ પસંદ નથી. મેડેલિનને ટ્રમ્પની સૌથી નજીકની વ્યક્તિ પૈકીની એક ગણવામાં આવતી હતી. તે પહેલા દિવસથી ટ્રમ્પ સાથે કામ કરતી રહી હતી.મેડેલિન એવો પણ દાવો કરતી હતી કે, ટ્રમ્પ સાથે મારા સબંધ તેમની પુત્રી ઈવાક્ના કરતા પણ સારા છે.
અમેરિકાના અખબારના કહેવા પ્રમાણે મેડેલિન કેટલાક પત્રકારો સાથે એક હોટલમાં ડિનર અને ડ્રિક્ન પર ગઈ હતી.
આ મામલો સામે આવ્યા બાદ ટ્રમ્પનુ કહેવુ છે કે, તે પત્રકારો સાથે વાત કરતી વખતે દારૂ પી રહી હતી અને આ સ્થિતિ દુર્ભાગ્યપૂર્ણ હતી. મેડેલિને મારી સમક્ષ આ દુર્ઘટના માટે ખેદ વ્યક્ત કર્યો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY