મુંબઇ,તા.૩૧
શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેએ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. આ જાહેરાત સાથે જ આદિત્ય ઠાકરે પરિવારમાંથી ચૂંટણી લડનારા પહેલા સભ્ય બની જશે. આદિત્ય ઠાકરે વર્લી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે.
શિવસેનાના વરિષ્ઠ નેતા અનિલ પરબે આ અંગેની સત્તાવાર જાહેરાત કરી છે. આદિત્ય ઠાકરેના ચૂંટણી મેદાનમાં ઉતરવાથી પક્ષના કાર્યકર્તાઓમાં ઉત્સાહ ફેલાઇ ગયો છે. ૨૫ વર્ષીય આદિત્ય ઠાકરેએ મહિનાની શરૂઆતમાં જન આશિર્વાદ યાત્રા યોજી. જેને હેતુ ખાસ કરીને યુવા મતદારોને તેમની સાથે જોડવાનો હતો.
શિવસેનાના કેટલાક અંગત સુત્રોએ તો ત્યાં સુધી જણાવ્યું કે આદિત્ય ઠાકરે તેમના મુખ્યપ્રધાન પદના ઉમેદવાર રહેશે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી શિવસેના દરેક ચૂંટણીમાં કોઇ ચહેરા વગર મેદાનમાં ઉતરી છે. પરંતુ હવે તેમણે રણનીતિ બદલાવી આદિત્ય ઠાકરેને મેદાનમાં ઉતાર્યા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


