આણંદ,તા.૩
ખંભાત શહેરમાં સવારથી મેધરાજ પધરામણી સવારથી સતત પડી પહેલા વરસાદના પગલે શહેર દરિયામાં ફેરવાયું, બપોરના ૧૨ થી ૩માં સવાનવ ઇંચ વરસાદ ખાબક્યો અને દિવસ દરમિયાન સાડાતેર ઇંચ વરસાદ વરસ્યો છે.જેના પગલે સાલવા,જહાંગીરપુર,રબાડીવાડ,સાગર સોસાયટી,મોચીવાડ, બાવા બાજીસા સહિતના વિસ્તારોમાં કેડ સમા પાણી ભરાઇ ગયા હતા.ભારે વરસાદના પગલે નગરજનો ઘરમાં પુરાઇ રહેવાનો વખત આવ્યો હતો. દોઢ માસમાં માત્ર ૮ ઇંચ વરસાદ નોંધાયો હતો.તેની સામે ૯ કલાકમાં સાડાતેર ઇંચ વરસાદ ખાબકતા સીઝન વરસાદની ખોટ ભાગી નાંખી હતી. તેમજ નગરજનો વડોદરાવાળી થવાનો ભય સતાવી રહ્યો છે.
ખંભાત શહેરમાં છેલ્લા દોઢ માસ સુધી માત્ર છુટાછવાયા વરસાદી ઝાપટા પડતા હતા.ખેતી લાયક વરસાદ થતો ન હતો જેથી ખેડૂતો સહિત સૌ કોઇ ચિંતીત હતા. પરંતુ વરૂણદેવ એક દિવસમાં ખંભાત મહેર વરસાવી હતી. જેના પગલે સાંજના ચાર વાગ્યા સુધી વરસાદ ૧૪ ઇંચ નોંધાયો હતો. હજુ પણ ભારે વરસાદ વરસી રહ્યો છે.ત્યારે નગરજનો વડોદરાવાળી થવાનો ભય સતાવી રહ્યો છે.વરસાદને કારણે બપોરબાદ સમુદ્રના મોજાની જેમ ખંભાતની પોળ અને માર્ગોપરથી પાણી વહેતા જોવા મળ્યા હતા.તો વળી દુકાનો અને ઘરોમાં પાણી ઘુસી ગયા હતા.જેના કારણે નગરજનો મુશ્કેલીમાં મુકાય હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



