છેલ્લા દોઢેક વર્ષથી જ્યારથી જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે આઈપીએસ રાજેન્દ્રસિંહ ચુડાસમની નિયુક્તિ થઈ છે ત્યારથી જિલ્લાના મોટા ગજાના બુટલેગરો ભૂગર્ભમાં ઉતરી ગયા છે જિલ્લામાં નાસતા ફરતા બહારના ગુનેગારોને પકડવાની ઝુંબેશ સફળ રહી છે કેટલાય લાચિયા પોલીસ કર્મીઓ કયાતો સસ્પેન્ડ થયા છે કયાતો તેમની બદલી થઈ છે જે આવકારદાયક પગલાં અને પરિસ્થિતિ ગણાય છતાંય રોજ ની રેડોમાં દારૂજુગાર પકડાય છે તે કેટલેક અંશે આશ્ચર્યની વાત ગણાય કેમકે હજુય કેટલાક ને ખાખીનો ડર નથી તો ક્યાંક ખાખીની કાર્યવાહી શંકાશીલ ચોક્કસ ગણાય કેમકે “સિંઘમ ચલચિત્ર માં સાચો ડાયલોગ હતો કે પોલીસ ધારે તો મંદિરની સીડી પરથી ચંપલ પણ ન ચોરાય” પણ પોલીસ ધારેતો શબ્દજ મહત્વનો છે જિલ્લા પોલિસ અધિક્ષક નું વલણ કડક હોય ચેકિંગ મજબૂત હોય પણ અંતે કામગીરી તો નીચલા પોલીસ કર્મીઓએજ કરવાની છે અને બાતમિદાર ની બાતમી ને થાણા અમલદાર બે મિનિટમાં નીલ પંચનામું કરી ખોટી પુરવાર કરે તો બાતમીદારની બાતમી અને કડક જિલ્લા પોલીસ અધિક્ષક ની મહેનત નિરર્થક પુરવાર થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારેજ બહારની એજન્સી રેડ કરે ત્યારે રેડ સફળ થાય તો જિલ્લામાં નીચલા પોલીસ કર્મીઓની નિષફળતા નહિ પણ ખાખીને ક્યાંક છેહ દીધો અને જિલ્લા પોલીસ અધિક્ષકની આજ્ઞાની અવગણનાજ કહેવાય આમ સરવાળે જિલ્લાની સ્થાનિક પોલીસ સહિત એલસીબીજ જવાબદાર ગણાય તેમ ન માનવને કોઈ કારણ નથી
ત્યારે જાગ્રત મીડિયા તરીકે અમારા અખબારને 9978406257 પર નાગરિકો મેસેજ કરી જણાવી શકેછે કે કયા શુ ચાલી રહ્યું છે અને અમારા દ્વારા જરૂરપડ્યે અધિકારીને માહિતગાર કરવા ભલે સમાચાર ને ખોટા ઠેરવવા નીલ પંચનમાં નો સહારો લેવાય પણ પ્રજાને પ્રશાસનને અમારું અખબાર આવનાર સમયમાં આવી માહિતી પહોંચાડવામાં કોઈ શરમ નહિ રાખી પત્રકારત્વ ને ઉજાગર કારશેજ તેથી આપણી તમામ માહિતી સ્વીકાર્ય રહેશે જેની જાહેરજનતા નોંધ લે તેવી અપેક્ષા વ્યક્ત કરતા અમો સ્વાભિમાનની લાગણી અનુભવીએ છીએ.
ધનંજય ઝવેરી 9978406257
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



