ગરુડેશ્વર ની એક શાળા માં ધોરણ ૧૧ માં અભ્યાસ કરતી સગીરા શાળા એ જવા નીકળી ત્યાંથી પટાવી પત્ની તરીકે રાખવા ના ઇરાદે અપહરણ કરાયું
રાજપીપળા : નર્મદા જીલ્લા ના ગરુડેશ્વર તાલુકા ના ગામની શાળા માં અભ્યાસ કરતી સગીર વય ની દીકરી નું નજીક ના ગામનો યુવાન અપહરણ કરી ગયા ની ફરિયાદ થતા પોલીસે તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગરુડેશ્વર તાલુકા ના એક ગામની અને ગરડેશ્વર ની શાળા માં ધોરણ ૧૧ માં અભ્યાસ કરતી સગીર વયની દીકરી ગત તારીખ 2 ડિસેમ્બરે સવારે ઘરે થી શાળા એ જવા નીકળી ત્યારે નજીક ના કારેલી ગામનો ગુણેશભાઇ બાબુભાઇ તડવી નામના યુવાને સગીરા ને પત્ની તરીકે રાખવા ના ઇરાદે અપહરણ કરી પટાવી ઉઠાવી ગયો હોય બાળકી શાળા કે પરત ઘરે પણ ન પહોંચતા વાલીઓ એ તેની શોધખોળ કરી છતાં તેનો ક્યાંયે પત્તો ન લાગતા સગીરા ના પિતા એ આ બાબતે ગરુડેશ્વર પો.સ્ટે.માં અપહરણ કરનાર યુવાન ગુણેશ તડવી વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી છે.તપાસ ઇન્ચા.સર્કલ પોલીસ ઇન્સ ડેડીયાપાડા,વી.પી. ચૌધરી ચલાવી રહ્યા છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


