આંધ્રપ્રદેશ-પં.બંગાળમાં સીબીઆઈને નો-એન્ટ્રી : આ સ્થિતિ માટે જવાબદાર કોણ?

0
15

જેનું નામ સાંભળતા જ મોટા ભા ગણાતા નેતાઓ અને ભ્રષ્ટ અધિકારીઓના હાથ-પગર ધ્રૂજવા લાગતા હતા. ભારતની આવી સૌથી મોટી તપાસ એજન્સી સીબીઆઈની હાલત મોદી સરકારમાં એવી થી ગઈ છે કે બે રાજ્યોમાં આ પ્રીમિયર એજન્સીને માટે એક રીતે નો એન્ટ્રી થઈ ગઈ છે. આંધ્ર પ્રદેશ અને બંગાળના મુખ્યમંત્રીઓએ કાયદાને ખતમ કરી નાંખ્યો કે જેના લીધે સીબીઆઈની રાજ્યોની મંજૂરી લીધા સિવાય તપાસ અને દરોડા પાડવાની સત્તા હતી. હવે પશ્ચિમ બંગાળ અને આંધ્ર પ્રદેશમાં પ્રવેશ કરતા પહેલા સીબીઆઈએ મમતા બેનર્જી અને નાયડૂની મંજૂરી લેવી પડશે. હોઈ શકે છે કે જ્યાં ગેર ભાજપા સરકારો છે તેઓ પણ આ પ્રકારનો નિર્ણય કરે તો સીબીઆઈ રૂપી સરકારી પોપટ એ રાજ્યોમાં ઉડવાથી પણ ગઈ..! પિંજરામાં બંધ સરકારી પોપટના પગમાં હવે મંજૂરીની બેડિયા લાગી ગઈ. તેના માટે કોણ જવાબદાર છે એ કહેવાની જરૂર નથી. કોંગ્રેસે તો ત્યાં સુધી કહ્યું કે તમામ રાજ્યો આવુ કરે. જા કે ભાજપાએ કહ્યું કે બેનર્જી અને નાયડુ ભ્રષ્ટાચારમાં ડૂબેલા છે. અને પોતાને બચાવવા માટે આવુ કરી રહ્યા છે.
રાજકીય આરોપ-પ્રત્યારોપણને એક કીનારે રાખી દઈને જાવામાં આવે તો આ મામલે ભારતના ઈતિહાસમાં સૌથી મોટો અને ચોંકાવનારો છે. આ મામલો સંવૈધાનિક સાથે પણ જાડાયેલો છે. આના પર હવે કાયદાકીય ચર્ચા અને અદાલતોમાં કાનૂની જંગ પણ થશે. કેન્દ્ર સરકાર આ બે રાજ્યોના આ નિર્ણયને પડકારી પણ શકે છે. પણ હવે જાવું પડશે કે આખરે આ રાજયોને આવો કઠોર નિર્ણય લેવો કેમ પડ્યો..? આને માટે આખરે કોણ જવાબદાર છે..? આ રાજ્યોના વિપક્ષી મુખ્યમંત્રીઓનો આરોપ છે કે મોદી સરકાર સીબીઆઈનો રાજકીય ખોટો ઉપયોગ કરી રહી છે. ટીએમસી અને ટીડીપીની નજીકની કંપનીઓ અને વેપારીઓને નિશાન બનાવી તેમને સીબીઆઈ દ્વારા પરેશાન કરવામાં આવી રહ્યા છે.
આને રાજનીતિના ચશ્માથી ન જાતાં અને એ રીતથી જાવું પડશે કે આખરે જે ૭૦ વર્ષમાં ન થયું તે ચાર વર્ષમાં કેમ થઈ રહ્યું છે. હવે આ સરકાર નેહરુ સરકારની ફાઈલો જાઈને એ ન કહે કે તે સમયમાં પણ આવું થયું હતું..! સીબીઆઈનો રાજકીય ઉપયોગ કરવાનો આરોપ ભાજપ અને નરેન્દ્ર મોદીએ ચૂંટણીની જાહેર સભાઓમાં જારશોરથી કર્યો હતો. સીબીઆઈને કોંગ્રેસ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટીગેશન સુધી કહ્યું હતું. હવે આવા જ આરોપો મોદી સરકાર ઉપર પણ લાગ્યા છે. આનાથી કોઈ પણ પક્ષ અથવા પક્ષોને ફાયદો થયો હોય પરંતુ ભારતની એક સૌથી મોટી તપાસ એજન્સીની આબરૂના ધજાગરા થઈ ગયા. એક કસાઈથી બે કરોડની લાંચ લઈને રાકેશ અસ્થાના અને આલોક વર્માની અંદરો અંદરની આક્ષેપોવાળી લડાઈમાં આ એજન્સીની આબરૂ આમ પણ ખાડે ગઈ છે અને મમતા-નાયડૂએ વધુ નીચે પડી દીધી. પિંજરામાં બંધ પોપટને ઉડવા માટે સરકાર તરફ જાવું પડતું હતુ હવે તેમના પગમાં કમ સે કમ બે રાજ્યોની બેડિયા પડી ગઈ છે. આ કોઈ પણ કેન્દ્ર સરકાર માટે સારુ નથી. સીબીઆઈને રાજકારણ અને સરકારી પિંજરામાંથી આઝાદ કોણ કરાવશે…? કોણ તેનું મુક્તિદાન બની આવશે..? શું ન્યુ ઈન્ડિયામાં આવુ જ ચાલતુ રહેશે….? સવાલ ઘણા છે પણ જવાબ કોણ આપશે…?

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY