સુરત, તા.૧૭
સુરત જિલ્લા પંચાયતનો સભ્ય, અગ્રણી ખેડૂત અને સાયણ સુગર ફેક્ટરીનો ડિરેક્ટર દર્શન નાયક ગુજરાતના અસરગ્રસ્ત વિસ્તારોની સહાય અર્થે ખાસ તો મુંગા પશુઅોના ઘાસચારા અંગે એક સહકારી ખેડૂત અગ્રણી તરીકે આવેદન પત્ર પાઠવી મુખ્યમંત્રીને સાર્વજનિક હિતમાં વિવિધ સૂચનો કર્યા છે.
ગત ચોમાસું સારૂં ન રહ્નાં, વરસાદ અોછો થયો રાજ્યના કચ્છ, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટના અનેક તાલુકાઅોને અસરગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા, હજીયે ઘણાં તાલુકા અસરગ્રસ્ત જહેર થવાની શક્યતા છે. સંજાગો ચિંતાજનક છે અને સૌથી વધુ ચિંતા તો અબોલ પશુધનની છે. કચ્છ જેવા વિસ્તારોમાં તો પાણી અને ઘાસચારાની એવી તંગી છે કે પોતાના પરિવાર સમાન ગાય, બળદ, ભેસ, ઘેટા, બકરા, ઉંટને કેમ પોષવા તે ખેડૂતો માટે ભયંકર ચિંતાની વાત બની છે. તેમ જણાવી આવેદન પત્રમાં સૂચનો કરાયા છે કે, રાજ્યમાં દક્ષિણ ગુજરાતનો વિસ્તાર સમૃદ્ધ છે અહીં નદીઅો છે, ડેમો છે, લખલુટ પાણી છે, આંબા, ચીકુ, ફળ ફળાદીની વાડીઅો છે, શેરડી, ડાંગર, ઘઉં, જુવાર, મક્કાઈ, બાજરી, કપાસ, લીલો ઘાસચારાનો મબલખ પાક થાય છે. જેમાંથી પશુઅો માટે મોટા પ્રમાણમાં ઘાસ-ચારો મળી શકે છે. અગાઉ સૌરાષ્ટમાં દુષ્કાળની પરિસ્થિતિમાં દક્ષિણ ગુજરાતમાંથી અનેક ટ્રકો ભરીને શેરડીનો ઉપરનો લીલો ભાગ ભરી મોકલવાની ગોઠવણ કરવામાં આવી હતી.
કલેક્ટરના માધ્યમથી સુરત, નવસારી, વલસાડ જિલ્લાની સુગર ફેક્ટરીઅોના અગ્રણીઅોને, અન્ય ખેડૂત સહકારી મંડળીના અગ્રણીઅોને અને અગ્રણી ખેતોને પણ બોલાવી તેમની સાથ મીટિંગ કરી ત્રણેય જિલ્લામાં શેરડી, ઘઉં, જુવાર, મક્કાઈ, બાજરી, ડાંગરના ખેડૂતોનો વધારાનો ચારો એકત્ર કરી અસરગ્રસ્ત વિસ્તારમાં મોકલવાની ગોઠવણ કરી શકાય. આથી અસરગ્રસ્ત વિસ્તારના પશુધનને તો બચાવી શકાશે જ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ખેડૂતોને અને ખેત મજૂરને પણ સરકારી રાહતના નીતિ નિયમ મુજબ થોડુ ઘણું વળતર મળશે અને મજૂરોને પણ કામ અને વળતર મળશે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



