ઈવીએમમાં ગરબડ…રાજકારણીઓમાં હારને પચાવવાની તાકાત નથી..?!!

0
23

ભારતમાં ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઈવીએમ) બારમાસી વિષય છે ને છાસવારે આ વિષય ચર્ચામાં આવી જ જાય છે. અત્યારે પાછો આ મુદ્દો ચર્ચામાં છે ને તેનું કારણ લંડનમાં એક હેકરે કરેલી પત્રકાર પરિષદ છે. આ હેકરનું નામ સઈદ શુજા છે ને તેણે એવો ફડાકો માર્યો કે, ભાજપે ૨૦૧૪ની લોકસભા ચૂંટણી ઈવીએમમાં ગરબડો કરીને જીતી હતી. હમણાં ઈવીએમ અંગે એક હેકેથ્લોન યોજાયેલી ને તેમાં પોતે આ વાત સાબિત કરી હોવાનો પણ તેણે દાવો કર્યો.
શુજાનો દાવો છે કે પોતે ભારતીય જ છે પણ ૨૦૧૪ની ચૂંટણીમાં ગરબડો થયેલી તેનો ભાંડો પોતે ફોડવાનો હતો તેથી પોતાની ટીમના સભ્યોને પતાવી દેવાનો ખેલ શરૂ થયો. તેના કારણે પોતે ડરીને ભારતથી ભાગી ગયેલો. શુજાના દાવા પ્રમાણે તો ભાજપના નેતા ગોપીનાથ મુંડેને આ ખેલની ખબર પડી ગયેલી તેથી તેમને પણ પતાવી દેવાયા. શુજાએ બીજી ઘણી વાતો કરી છે ને એ બધી માંડવાનો અર્થ નથી પણ તેન વાતનો સાર એટલો છે કે, મોદી ઈવીએમમાં ગરબડ કરીને જીતેલા.
શુજા કઈ વાડીનો મૂળો છે એ આપણને ખબર નથી એ જાતાં તેની વાત પર કેટલો ભરોસો કરવો એ જ પહેલો સવાલ આવીને ઊભો રહે છે. જા કે રાજકારણીઓ એવું બધું વિચારતા નથી ને મોકો મળે એટલે ઝૂડાઝૂડ કરવા કૂદી પડે છે. આ કિસ્સામાં પણ એવું જ થયું ને ભાજપ-કાંગ્રેસ સામસામે આવી ગયાં છે. કાંગ્રેસે શુજાની વાતને કારણે ઈવીએમમાં ગરબડ થઈ શકે છે એવી પોતાની વાત સાચી પડી છે એવો દાવો કર્યો છે તો સામે ભાજપે આ બધું કાંગ્રેસનું ફિક્સિંગ છે એવો આક્ષેપ કર્યો છે. આ હેકેથ્લોનમાં કાંગ્રેસના નેતા કપિલ સિબ્બલ હાજર હતા તેથી ભાજપને કાંગ્રેસને ચોપડાવવાનો મોકો મળી ગયો છે. ભાજપના કહેવા પ્રમાણે, કાંગ્રેસ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં હાર ભાળી ગઈ છે તેથી પાણી પહેલાં પાળ બાંધી રહી છે ને પોતાની હાર માટે અત્યારથી ઈવીએમને દોષ દઈ શકાય તેનો તખ્તો તૈયાર કરી રહી છે.
ભાજપે કાંગ્રેસને બીજી પણ ઘણી ખરીખોટી સુણાવી છે ને એ બધી વાતો માંડવાનો અર્થ નથી પણ મજાની વાત એ છે કે, ઈવીએમ ભરોસાપાત્ર નથી ને તેના પર પ્રતિબંધ મૂકવો જાઈએ એવો કકળાટ સૌથી પહેલાં ભાજપે જ આદરેલો. કાંગ્રેસે ૨૦૦૯માં સળંગ બીજી વાર લોકસભાની ચૂંટણી જીતીને સત્તા હાંસલ કરી પછી ભાજપે દોષનો ટોપલો ઈવીએમ પર ઢોળી દીધેલો. અત્યારે કાંગ્રેસ જે કકળાટ કરે છે એવો કકળાટ એ વખતે ભાજપના નેતા કરતા હતા. ભાજપના નેતા જીવીએલ નરસિંહરાવે તો ઈવીએમમાં કઈ રીતે ચેડાં કરી શકાય છે એ વિશે ૨૦૧૦માં આખું થોથું લખેલું. નરસિંહરાવ અત્યારે રાજ્યસભાના સભ્ય છે ને ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા પણ છે. ભાજપની રાષ્ટ્રીય કારોબારીના સભ્ય નરસિંહરાવ ભાજપની થિંક ટેંકમાં મોટું માથું ગણાય છે.
ડેમોક્રેસી એટ રિસ્કઃ કેન વી ટ્રસ્ટ અવર ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન્સ ? ’ એ ટાઈટલ હેઠળ લખાયેલા ૨૩૦ પાનાનાં આ થોથામાં નરસિંહરાવે ઈવીએમ કઈ રીતે જાખમી છે ને તેના કારણે દેશની લોકશાહી સામે ખતરો છે તેનું એનાલીસિસ કરેલું. દુનિયામાં કિયાય ચૂંટણીમાં ઈવીએમ વપરાતાં નથી ત્યારે આપણે ઈવીએમ પાછળ નકામા ઘેલા થયા છીએ એવો સૂર નરસિંહરાવે કાઢેલો. આ પુસ્તકની પ્રસ્તાવના લાલકૃષ્ણ અડવાણીએ લખેલી. અડવાણી એ વખતે ભાજપના કર્તાહર્તા હતા. પ્રસ્તાવનામાં તેમણે લખેલું કે, જર્મની જેવો ટેકનોલોજીનો દાદો ગણાતો દેશ પણ ઈવીએમમાં ગરબડ કરી શકાય છે એવું કબૂલીને તેના પર પ્રતિબંધ મૂકી ચુકવ્યો છે ત્યારે આપણે પણ તેના પર પ્રતિબંધ મૂકવાની જરૂર છે. આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ આ પુસ્તક માટે મેસેજ મોકલેલો ને તેમાં પણ આ જ વાત હતી. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના કોમ્પ્યુટર સાયન્સ વિભાગના પ્રોફેસર ડેવિડ એલ. ડીલના મેસેજમાં પણ એ જ વાત હતી કે, ઈવીએમ પર ભરોસો કરી શકાય એમ નથી.
નરસિંહરાવે જે કંઈ લખેલું તે સાચું હતું કે ખોટું તેની ચોવટમાં આપણે પડતા નથી. એ આખો ટેકનિકલ વિષય છે ને નરસિંહરાવ પોતે પણ એવી કોઈ લાયકાત ધરાવતા નહોતા કે એ આ વિષય પર છાતી ઠોકીને કશું કહી શકે. નરસિંહરાવ પોતે એગ્રીકલ્ચરમાં બી.એસસી. થયેલા છે ને પછી આણંદના રૂરલ મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યૂટમાંથી એમબીએ કર્યું. તેમણે કોમ્પ્યુટરનો કે ઈવીએમમાં જે ટેકનોલોજી વપરાઈ છે એ પ્રકારની કોઈ ટેકનોલોજીનો અભ્યાસ પણ કર્યો નથી. આ સંજાગોમાં તેમને કોમ્પ્યુટરમાં કેટલી સમજ પડતી હશે એ સવાલ છે. માણસના જ્ઞાનને તેની ડીગ્રીથી ના માપી શકાય પણ નરસિંહરાવનો બીજા કોઈ રેકોર્ડ પણ એવો નથી કે જેના કારણે તેમને ઈવીએમમાં સાંધાની પણ સૂઝ પડતી હશે એવું માનવું પડે. ટૂંકમાં તેમનો રેકોર્ડ જ શંકાસ્પદ છે ત્યારે ઈવીએમ વિશે કશું પણ કહેવા માટે તેમને લાયક ગણવા કેમ કેમ એ જ સૌથી મોટો સવાલ છે. પછી તેમણે જે કંઈ જ્ઞાન લોકોને પિરસ્યું એ વિશે ચર્ચા કરવાનો તો સવાલ જ નથી ઉઠતો.
આપણે એ કરવું પણ નથી પણ મૂળ મુદ્દો રાજકારણીઓની માનસિકતાનો છે. મોટા ભાગના રાજકારણીઓમાં હારને પચાવવાની ને જનાદેશને ખેલદિલીથી સ્વીકારવાની તાકાત જ નથી હોતી તેથી તેમણે આ બધી બહાનાબાજી કરવી પડે છે. કાંગ્રેસ અત્યારે એ જ કરી રહી છે ને પહેલાં ભાજપ પણ એ ધંધો કરી જ ચુકવ્યું છે. આ સંજાગોમાં ઈવીએમ મુદ્દે કાંગ્રેસને કંઈ પણ કહેવાનો ભાજપને અધિકાર નથી. ભાજપ ને કાંગ્રેસે જ ઈવીએમ સામે શંકાઓ કરી છે એવું નથી. આપણે ત્યાં બધા રાજકીય પક્ષો આ પ્રકારના લવારા કરે જ છે ને ખાસ તો ચૂંટણીમાં હાર થાય પછી તેમને આ જ્ઞાન લાધે છે.
ભારત લોકશાહી દેશ છે ને બધાંને પોતાના અભિપ્રાય વ્યક્ત કરવાનો હક છે જ. આપણા રાજકારણીઓ પણ પોતાના એ અધિકારનો ઉપયોગ કરે તેની સામે આપણને વાંધો નથી પણ એ લોકો ખાલી બોલ્યા જ કરે છે, તેનાથી આગળ કશું કરતા નથી. ઈવીએમમાં ગરબડ ના થઈ શકે એવું કોઈ છાતી ઠોકીને ના કહી શકે એ વાત સાચી છે પણ એ ગરબડ કઈ રીતે થઈ શકે છે એ તો સાબિત કરવું પડે કે નહીં ? એવું સાબિત કરવા તો કોઈ આગળ આવતું નથી. છેલ્લાં દસ વરસથી ઈવીએમ સામે શંકાઓ કરાય છે પણ એક વાર એવું તો એવું સાબિત કરવું પડે કે નહીં ? અત્યાર લગી કોઈ રાજકારણી એવું સાબિત કરવા આગળ આવ્યો કેમ નથી ?
આ દુનિયામાં ઈવીએમની ટેકનોલોજીને જાણતા હોય એવા લોકોની સંખ્યા હજારોમાં હશે. આપણા રાજકારણીઓ તેમાંથી એક માણસને શોધી લાવીને પોતે દસ વરસથી જે બકવાસ કરે છે એ સાબિત કેમ નથી કરતા ? ૨૦૦૯ પછી આ દેશમાં સંસદની ને વિધાનસભાની ૫૦ કરતાં વધારે ચૂંટણીઓ યોજાઈ ગઈ પણ આખી દુનિયાને બતાવવા ખાતર પણ એકાદ વાર કોઈ ઈવીએમ હેક કરાયું હોય એવું કેમ નથી બન્યું ? રાજકારણીઓએ ખાલી આક્ષેપો કર્યા વિના ઈવીએમ હેક કરીને બતાવવું જાઈએ ને પોતે સાચું બોલે છે એ સાબિત કરી બતાવવું જાઈએ. એ તેમનાથી થતું નથી ને એ લોકો વરસોથી બસ વાતો જ કર્યા કરે છે.
અત્યારે ટેકનોલોજી વર્લ્ડમાં જે ટ્રેન્ડ ચાલે છે એ જાતાં ઈવીએમ હેક કરી શકાતાં હોય તો કોઈએ કિયારેક ને કિયારેક તો એ અટકચાળું કર્યું જ હોત. અત્યારે દુનિયામાં એક એકનાં માથાં ભાંગે એવા ટેકનોલોજીના ખેરખાંઓ પડ્યા છે ને તેમાંથી કેટલાક એવા છે કે જેમને કશું નવું કરવામાં એટલી મજા નથી આવતી જેટલી મજા અટકચાળાં કરવામાં આવે છે. જડબેસલાક સીક્્યોરિટી ધરાવતી વેબસાઈટ્‌સને હેક કરવામાં કે કોઈનાં સર્વરમાં ઘૂસીને તોડફોડ કરવામાં એ લોકો બહાદુરી સમજે છે. ભારતમાં તો એવી જમાત બહુ મોટી છે ત્યારે હજુ સુધી એવું કશું થયું નથી તેનો અર્થ શો થાય એ કહેવાની જરૂર નથી. કરવા ખાતર કદાચ એવી દલીલ કરી શકાય કે, બહુ થોડા લોકો આ કામમાં માહિર હશે તેથી બધું ઢંકાયેલું રહે છે. આ દલીલમાં દમ નથી કેમ કે ટેકનોલોજીમાં એક છીડું શોધાય પછી તેના પર કોઈની મોનોપોલી રહે એવું શકીય નથી. આ સંજાગોમાં ઈવીએમ પરની શંકાઓ પણ અત્યારે તો નિરાધાર લાગે છે. ભવિષ્યમાં શું થશે એ રામ જાણે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY