પીએમ પદની રેસના સવાલ પર બોલ્યા રઘુરામઃ ‘તકનીકિતંત્ર અને શિક્ષણ ક્ષેત્રમાં જ રસ’

0
15

રઘુરામ રાજન લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસનું વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરશે
દાવોસ,તા.૨૩
આરબીઆઈના ગવર્નર પદેથી રાજીનામું આપ્યા બાદ રઘુરામ રાજન આર્થિક નીતિઓને લઈને કેન્દ્ર સરકારના ટીકાકાર બની રહ્યા છે. તેમના વિશે હવે એવી અટકળો શરૂ થઈ છે કે તેઓ રાજનીતિમાં પ્રવેશ કરી રહ્યા છે. આ અફવાઓ પર પૂર્વ વિરામ મૂકતા તેમણે જણાવ્યું કે, તેમને ફક્ત તકનીકિતંત્ર અન શિક્ષણ ક્ષેત્રમાં જ રસ છે.
વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં સામેલ થવા દાવોસ પહોંચેલા રઘુરામ રાજને કહ્યું કે તેઓ વિચારોનું આદાન-પ્રદાન કરવા માટે નેતાઓ સાથે વાતચીત કરતા રહે છે. તેમણે કહ્યું, ‘મેં રાહુલ ગાંધી, ચંદ્રાબાબૂ નાયડૂ સાથે વાતચીત કરી છે. હું એ તમામ લોકો સાથે વાતચીત કરું છું, જેઓ મારી સાથે વાત કરવા માંગે છે. બે ત્રણ અઠવાડિયા પહેલા મેં નાણામંત્રી અરુણ જેટલી સાથે વાતચીત કરી હતી.’
એવી અટકળો ચાલી રહી છે કે વડાપ્રધાન મોદી સામે બનેલું મહાગઠબંધન તેમને વડાપ્રધાન પદનો ચહેરો બનાવી શકે છે. આ અહેવાલને નકારતા તેમણે કહ્યું કે, ‘આ બધી અફવા છે. આમાથી અનેક લોકો એવા પ્રયાસમાં છે કે દેશને આગળ વધારવા માટે પોતાના વિચારોનો સિસ્ટમમાં કેવી રીતે અમલ કરી શકાય. આપણે હવે એવી જગ્યાએ ઉભા છીએ જ્યાં વિકાસ માટે પહેલા જેટલી ગતિ પૂરતી નથી. આપણે વિકાસને આગળ ધપાવવો પડશે. વિકાસ માટે દેશમાં અમુક સુધારા જરૂરી છે, આપણે આ અંગે ગંભીરતાથી વિચારવું પડશે.’
રઘુરામ રાજન ૨૦૧૯ની લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ માટે એક વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરશે. આમાં ખેતીનો વિકાસ, બેરોજગારો માટે રોજગાર અને અર્થવ્યવસ્થાના મુદ્દા પર એક વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરશે જેને કોંગ્રેસના લોકસભાના ઘોષણાપત્રમાં શામિલ કરવામાં આવી શકે છે.
પ્રાપ્ત વિગતો અનુસાર મોદી સરકારના કાર્યકાળમાં અર્થવ્યવસ્થાને કયા નુકસાન થયા છે તે મુદ્દાઓનો ઉલ્લેખ કરવામાં આવશે. આ મુદ્દાઓને કોંગ્રેસ જનતા વચ્ચે લઈ જશે. પ્રાપ્ત થતી વિગતો અનુસાર રાહુલ ગાંધીએ પોતાના દુબઈ પ્રવાસ બાદ રઘુરામ રાજન સાથે આ મુદ્દે ચર્ચા કરી હતી. આપને જણાવી દઈએ કે રઘુરામ રાજન યૂપીએ-૨ સરકારમાં ઓગષ્ટ ૨૦૧૨ થી સપ્ટેમ્બર ૨૦૧૩ સુધી આર્થિક સલાકાર રહી ચૂક્યા  છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY