રાજ્યમાં ઉનાળાની કાળઝાળ ગરમીએ સમગ્ર રાજ્યના લોકોની સાથે પશુધન અને પક્ષીઓ તેમજ અન્ય જીવોને મુશ્કેલીમાં મૂકી દીધા છે. રાજ્ય સરકારે ૨૦૧૮માં એટલે કે ગત વર્ષે ૧૧ હજાર લાખ ઘન ફૂટ પાણી સંગ્રહ કરવાના કામો કરાવ્યા હતા. જે અગાઉ પાણી ની જે જળ સંગ્રહ ક્ષમતા હતી તેનાથી દોઢ ગણી વધારી હતી. ૩૨ નદીઓને પુનઃ જીવંત કરવામાં આવી હતી, તો ૧૩૦૦૦ તળાવને ઊંડા કરવામાં આવ્યા હતા, જ્યારે ૫૫૦૦ કિલોમીટરની નેહરોની સાફ-સફાઈ કરી હતી, તેમજ પાઈપોના જે પાણી લીકેજ હતા તે પણ બંધ કરી દીધા હતા. અને આ તમામ કામો બે લાખ લોકોના શ્રમયજ્ઞ તેમજ ૧૫૦૦૦ જેસીબી દ્વારા કરવામાં આવ્યા હતા. આમ છતાં આજની તારીખે રાજ્યના ૧૧ ગામડાઓ અને નાના શહેરો પાણી માટે વલખા મારે છે ત્યારે સવાલ એ ઉઠે છે કે જો ૨૦૧૮ના વર્ષમાં ૧૧ હજાર લાખ ઘનફૂટ પાણી સંગ્રહ કરવાના રાજ્ય સરકારે કરેલા કામો ગયા ક્યાં….? શું સંગ્રહ કરે પાણી હવામાં ઊડી ગયુ… કે પછી……!! જો કે અત્યારે મે મહિનાની શરૂઆત છે. અને રાજ્યના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણી માટે લોકો અહીં તહી ભટકીને પાણી મેળવવા વલખા મારે છે. અરે એતો ઠીક અમદાવાદ શહેરમાં પણ કેટલાક વિસ્તારોમાં ટેન્કરો દ્વારા પાણી વિતરણ કરવું પડે છે.!! તો સરકાર કહે છે કે રાજ્યના ગામડાઓમાં પાણી પહોંચાડવા ટેન્કરનો ઉપયોગ શરૂ કરી દીધો છે. પરંતુ આ ટેન્કરો નક્કી કરે સ્થળો ઉપર નિયમિત પાણી પહોંચાડે છે કે કેમ.? તે સવાલ ઉઠવા પામ્યો છે કારણ કે ગ્રામ્ય વિસ્તારોમાં જ્યા ટેન્કર દ્વારા પાણી પહોંચાડવામાં આવે છે ત્યાં લોકોની પાણી મેળવવા લાઈનો લાગેલીજ રહે છે. ત્યારે હવે જે તે ગામના સુખી-સંપન્ન લોકોએ આગળ આવીને પોતાના વતનનું ઋણ અદા કરવાનો સમય આવી ગયો છે. જે તે ગામના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઇ રહે છે એ જગ્યાએ પરકોલેટ વેલ બનાવી જમીન માં પાણી ઉતારવાનું કાર્ય હાથ ધરો તો ભૂતળમાં પાણીના સ્તર ઊંચા આવશે તે સાથે જમીનો ફળદ્રુપ બનશે અને વૃક્ષોને પણ પાણી મળતા વૃક્ષો-ઝાડ પાન ખીલશે. અને હવા પણ શુધ્ધ થશે, ચારે તરફ હરીયાળી લહેરાશે.
સરકારમાં અનેક ઉચ્ચ અધિકારીઓ બેઠા છે તેઓમા પણ પાણીના નિષ્ણાતો પણ છે તેઓ જો ગૂગલ પર સંશોધન કરે તો પરકોલેટ વેલ અંગેની તમામ વિગતો મળી જાય, પછી જા તેનો અમલ કરે તો ઓછા ખર્ચમાં રાજ્યમાં જ્યા જ્યા પાણી ભરાતા હોય ત્યાં પલકોલેટ વેલ બનાવીએ તો બની શકે અને રસ્તા પણ સલામત બની રહે, પાણી ભૂતળમાં ઉતરે જેના કારણે જમીનમાં ઠંડક રહે વાતાવરણ ઠંડક ભર્યું બની રહે. ઉનાળામાં ગરમી પણ ઓછી રહે, તેમજ સૂર્ય તાપની અસર જનજીવન પર ઓછી પડે. પરંતુ આ માટે કોમ્પ્યુટર ઉપર સર્ચ કરવાની જરૂર છે. એક દાખલો જાઈએ તો અમદાવાદ ના પશ્ચિમ વિસ્તારમાં પાણી ભરાતા હતા કે રોડ રસ્તા ઉપર જ્યારે અમદાવાદ મહાનગરપાલિકામાં કમિશનર કેશવ વર્મા હતા ત્યારે તેમણે અંગત રસ લઈને પરકોલેટ વેલ બનાવડાવ્યા હતા. જેને પરિણામે જ્યા વ,સાદી પાણી ભરાતા હતા તે સ્થળોનું પાણી જમીનમાં ઉતરતા વાહન વ્યવહાર સળતાથી ચાલ્યો હતો, અને પરિણામ પણ દેખાયું હતું. પરકોલેટ વેલ માત્ર સાત કે આઠ બનાવ્યા હતા તેનુ વધારે સારુ પરિણામ મેળવવુ હોય તો વધુ પરકોલેટ વેલ બનાવવાની જરુર છે….પણ…સરકાર નિર્ણય કરી યુધ્ધના ધોરણે કામ ઉપાડે તો…..!!
રાજ્ય સરકાર પણ આગ લાગે ક્યારે પાણી માટે ભુવા કુળદેવી ટીવી યોજનાઓ બનાવે છે પણ પરિણામ શું…? ૨૦૧૮ના વર્ષમાં રાજ્ય સરકારે જે આયોજન કરેલ એનું પરિણામ શું આવ્યું કે ની આજદિન સુધી જાહેરાત કરી નથી અને તેનું કારણ પણ સમજાતું નથી…!!
૨૦૧૮ માં પાણી સંગ્રહ માટેની ક્ષમતા વધારીને ૧૧ હજાર લાખ ઘનફૂટ પાણી સંગ્રહ ની વિવિધ યોજનાઓ બનાવેલ તે નિષ્ફળ ગઇ કે શું…..? જો નિષ્ફળ ગઈ ના હોત તો…. આજે ગુજરાતના અનેક ગામડાં તરસ્યા રહેતું નહીં કે લોકોને પાણી માટે રઝળવુ ના પડત…..પણ હવે જાગ્યા ત્યારથી સવાર રાજ્યભરમાં જ્યા જ્યા ધ્ વરસાદી પાણી ભરાતા હોય તેવા સ્થળોએ પરકોલેટ વેલ બનાવો પછી તે ગામડા હોય, નાના-મોટા શહેર હોય કે મહાનગરો હોય. જેથી ભૂતળ પાણી ઊંચા આવે ઉપરાત પર્યાવરણ સુધરવા સાથે ધણા લાભ થાય…પણ….!!!
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


