અધ્યયનમાં પ્રખર વેદાંત વિધ્વાન અધ્યાપક દ્વારા છાત્રોને જ્ઞાન અપાયુ
બોટાદ જીલ્લાના સાળંગપુર ગામે ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા ગુણાતીત ગુરૂપરંપરાની પાવન પદરજથી પવિત્ર કાર્યરત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્કૃત મહાવિદ્યાલયમાં તારીખ ૧૮ એપ્રિલથી તારીખ ૩૦ એપ્રિલ સુધી ૧૨ દિવસીય વેદાંત અધ્યયન પર્વ-૨૦૧૯ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતુ.આ વેદાંત અધ્યયન પર્વના અધ્યક્ષપદે અભિનવ ભાષ્યકાર, મહામહોપાધ્યાય પુજ્ય ભદ્રેશદાસ સ્વામી રહ્યા હતા.તથા આ અધ્યયનના મુખ્ય અધ્યાપક પદે આચાર્ય ડો.રામકીશોર ત્રિપાઠીજી વિરાજીત રહ્યા હતા.આચાર્ય રામકીશોર ત્રિપાઠી કેવળ ભારતવર્ષના જ નહી.પરંતુ સમગ્ર વિશ્વમાં ખ્યાતનામ અદ્રિતીય પ્રકાંડ પંડીત છે.તેઓ હાલ સંપુર્ણાનંદ વિશ્વવિદ્યાલયમાં વેદાંત વિભાગના અધ્યક્ષપદે સેવા આપી રહ્યા છે સાથે સાથે વિદ્રત્ નગરી કાશી ખાતે શાસ્ત્રાર્થ પરંપરાનું દાયિત્વ નિભાવી રહ્યા છે.આચાર્ય રામકીશોર ત્રિપાઠીજી ભાવાનુરાગવશ થઈ સાળંગપુર પધાર્યા અને બી.એ.પી.એસ.સ્વામિનારાયણ સંસ્કૃત મહાવિદ્યાલયમાં વિદ્યાર્થીસંતો તથા યુવકોને અભ્યાસ કરાવી લાભ આપ્યો હતો.આ વેદાંત અધ્યયનમાં સમગ્ર દિવસ દરમ્યાન ત્રણ ત્રણ ક્લાકના બે વર્ગનું આયોજન કરવામાં આવ્યુ હતું.જેમાં ધર્મરાજા દ્વરિન્દ્ર લિખિત અદ્રેત વેદાંત આધારીત વેદાંત પરિભાષા નામક ગ્રંથનુ અધ્યયન કરાવ્યુ હતુ.જેમાં ગ્રંથના આઠ પરિચ્છેદનું ઊંડાણપુર્વક અધ્યયન વિદ્યાર્થીસંતો તથા યુવકો એ કર્યુ હતુ
તસવીર:વિપુલ લુહાર,રાણપુર
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




