પુલવામાં આતંકી હત્યા પછી સમગ્ર દેશમાં પાકિસ્તાનની વિરૂધ્ધ એવો માહોલ અને ઉન્માદ બનાવવામાં આવ્યો કે ચંબલના પૂર્વ ધાડપાડુઓ કહેવા લાગ્યા કે અમને બંદૂકો આપો પછી જુઓ અમે પાકિસ્તાનની શું હાલત કરીએ છીએ…..? કાશ્મીરમાં પ્રવાસીઓને નહિ મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો. ભાજપના નેતા અને મેઘાલયના રાજ્યપાલ તથાગત રોયએ તો કાશ્મીર અને કાશ્મીરીઓનો બહિષ્કાર કરવાનુ કહ્યું હતું. તહેવારો ઉપર ભારત-પાકિસ્તાની સૈનિકોને મીઠાઈ નહીં આપવાની જાહેરાત થઈ. અને ઈદ આવતા જ અટારી બોર્ડર પર શું જોવા મળ્યું….? ભારતની સેના દ્વારા પાકિસ્તાનની સેનાને ઈદ મુબારક અને મીઠાઇઓની ટોકરીઓ આપવામાં આવી….! હવે એવું તો નહીં હોઈ શકે કે સેનાએ સરકારને પૂછ્યા વગર આ પગલું ઉઠાવ્યું હોય. દિલ્હીથીજ કહેવામાં આવ્યું હશે કે પાકિસ્તાની સેનાને ભારત તરફથી મીઠાઇઓ આપવામાં આવે. પુલવામાં આતંકી હુમલો કે પાકિસ્તાનની સાથે શું ફક્ત લોકસભા ચૂંટણી સુધી જ દુશ્મની હતી….?
આવો સવાલ કરવો એ કોઈ દેશદ્રોહનું કામ તો ન હોઈ શકે. પુલવામા હુમલા પછી તો ભારતના મીડિયાનુ એક જુથ કોઈકના આશીર્વાદથી પાકિસ્તાનની વિરુદ્ધ એવુ વાતાવરણ બનાવ્યુ કે રાષ્ટ્રવાદ મુખ્ય સ્તર પર આવી ગયો….. કોણ સૌથી વધુ રાષ્ટ્રભક્ત અને કોણ પાકિસ્તાનથી ભારતને બચાવશે તેની સ્પર્ધા ચાલી. પાકિસ્તાનથી ફક્ત એક જ બચાવી શકે છે અને તે છે….. નામ કહેવાની જરૂર છે શુ……?! ચૂંટણી ખતમ…. રાષ્ટ્રવાદ પણ ખતમ અને પાકિસ્તાન હવે દુશ્મન નહીં દોસ્ત થઈ ગયું…..? શું કોઈ દેશના હુમલાને આટલી સહજતાથી માફ કરવો જાઈએ…..? શું ભારતની સેનાએ અટારી બોર્ડર પર હાજર અફસરોએ પોતાની રીતે નિર્ણય લઈને પાકિસ્તાનને ઈદ મુબારક કહ્યું અને મીઠાઈઓ વહેંચી…..? શું આ અફસરો એ ૪૦ જવાનોની શહાદતને આટલી જલદી ભૂલી ગયા….?
મીડિયાએ મીઠાઈઓ વેચવાની ઘટનાને એ રીતે બતાવી જાણે કે બંને દેશ જુના મિત્ર હોય અને જાણે પુલવામા જેવુ કાંઈ થયું જ નથી. કોઈએ એ ના બતાવ્યું કે શું પુલવામાં પછી જે સરકારે કહ્યું હતું કે પાકિસ્તાનની વિરૂદ્ધ તે શું હતું…..!! પાકિસ્તાનને ભારત સરકાર ના કોઈ નેતાએ ઈદ મુબારક નથી કહ્યું પરંતુ અટારીની અટારી પર જે થયું તે કદી પણ યોગ્ય નથી. જો ભારત સરકારે પાકિસ્તાનને માફ કરી દીધું હોય તો પછી પાકિસ્તાનની સાથે કારોબાર પણ શરૂ થાય જેથી ભારતના વેપારને લાભ મળે. રાજકીય રીતે તો પાકિસ્તાનનો લાભ લઈ લીધો અને ચૂંટણીઓ પછી બધું જ ભૂલી ગયા…. યાદ નહી અબ કુછ…. પરંતુ ભારતે શું પાકિસ્તાન ને માફ કરી દેવું જાઈએ…. અટારી પર મીઠાઈઓ વહેચવાનો મતલબજ એ નીકળે છે કે ભારતે પુલવામા માટે પાકિસ્તાનને માફ કરી દીધું. દુશ્મની ફક્ત ચૂંટણી સુધી જ હતી એવું માની લેવું જોઈએ…..? હજી પૂલવામાને છ મહિના પણ નથી થયા, શહીદોના પરિવારનું દર્દ પણ ઓછું નહીં થયું હોય અને એ જ પાકિસ્તાનને ભારત તહેવારની મુબારકબાદી આપે આ કંઈ હજમ નથી થયું પ્રબુધ્ધ કમ નાગરિકોના મનમાં….. ચાલો, માની લઈએ કે ભારતે માફ કર્યું તો હવે ભારત અને પાકિસ્તાનની વચ્ચે ફરીથી વાતચીત ની બેઠકો શરૂ થાય….! તો હવે ક્યારે અને ક્યાં બંને દેશોના વડા મળશે એ પણ જાહેર થાય. આવી દીવાનગી ક્યાંય જાઈ નથી…. આવી દુશ્મની પણ ક્યાંય જોઈ નથી….!!
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


