૨૦૧૪માં જ્યારે લોકસભાની !ચુટણીઓ યોજાઈ ત્યારે પતંજલિ સંસ્થાના યોગાચાર્ય રામદેવ બાબાએ જોર શોરથી નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવાનુ અભિયાન શરૂ કર્યું હતું. વિદેશમાં કેટલું કાળું નાણુ છે તેની ગણતરી પણ બાબા રામદેવે દેશને બતાવી હતી. આના આધાર ઉપર તે વખતે મોદીએ બધાને એ ચૂંટણી વચન આપ્યું હતું કે વિદેશમાં ભારતનુ એટલુ બધું કાળું નાણુ પડ્યું છે કે જો તે બધુ પરત લાવવામાં આવે તો ભારતના પ્રત્યેક નાગરિકના ખાતામાં ૧૫ લાખ જમા થઈ શકે છે. ચૂંટણી પછી મોદી વડાપ્રધાન બન્યા અને જે રીતે ૧૫ લાખ ગાયબ થઇ ગયા. વિદેશની બેન્કોમાંનુ કાળુ ધન છૂમંતર થઈ ગયું એ જ રીતે બાબા રામદેવ પણ છુમંતર થઈ ગયા એવી જ રીતે બાબા રામદેવ પણ છૂમંતર કે મૌની બાબા બની ગયા હતા. આ ચૂંટણી દરમિયાન બાબા રામદેવે મોદીને ફરીથી વડાપ્રધાન બનાવવાનુ કોઈ અભિયાન ફરીથી ચલાવ્યુ નહીં, પરંતુ તેમની પતંજલિ બ્રાન્ડ ખૂબ ચાલી ગઈ. તેમની બ્રાન્ડેડે બજારમાં મોટી મોટી કંપનીઓને ચેલેન્જ કરી અને ભરપુર નફો પણ કમાઈ લીધો. ચૂંટણી પછી જ્યારે એ નક્કી થઇ ગયું કે મોદી ફરીથી વડાપ્રધાન બની રહ્યા છે ત્યારે અચાનક બાબા રામદેવ મીડિયાની સામે આવે છે અને કહે છે કે મોદીને અભિનંદન.૨૩ મેનો દિવસ મોદીના રૂપમાં મનાવવો જાઈએ કેમકે આ દિવસે જ ભારતે એક નવો ઇતિહાસ લખીને મોદીના કર કમળમાં ૩૨૩ બેઠકો તેમની ઝોળીમાં ભરી દીધી.
લાગે છે કે પાંચ વર્ષ સુધી પતંજલિ બ્રાન્ડના સાબુ, ટૂથપેસ્ટ, કેશતેલ વગેરે વેચતા વેચતા બાબા રામદેવ પાક્કા કારોબારી કે વેપારી બની ગયા. એટલા માટે ચૂંટણી સમયમાં તેઓ ચુપ રહ્યા હતા. એકવાર તો ચૂંટણીમાં મિડીયાની સામે એવું પણ કહ્યું હતુ કે હવેના વડાપ્રધાન કોણ હશે એ કહેવું મુશ્કેલ છે. જોકે ગત વખતે તો મોદીને પોતાના ખભા ઉપર બેસાડીને ફરી રહ્યા હતા. અને આ વખતે જ્યારે એવું લાગ્યું કે મોદી મુસીબતમાં છે તો તેઓ તેમનાથી દૂર ચાલ્યા ગયા. પરંતુ જ્યારે પરિણામો આવ્યા તો દોડીને મોદીની નજીક પહોંચીને મોદી દિવસ બનાવવાની માગ પણ કરી નાખી. ભારતના ઇતિહાસમાં કેટલાય દિવસ પર્વ કે ઉત્સવના રૂપમાં મનાવવામાં આવે છે. બની શકે છે કે ૨૩ મેનો દિવસ મોદી દિવસના રૂપમાં ઔપચારિક કે અનૌપચારિક રૂપમાં મનાવવામાં આવશે. બની શકે છે કે ૨૩ મેને ખુદ બાબા રામદેવ પોતાની શિક્ષા સંસ્થામાં વિદ્યાર્થીઓને એકઠા કરીને મોદીનો ફોટો લગાવી તેમની પૂજા આરતી કરીને મોદી દિવસ મનાવી શકે છે. આ બાબા એ જ છે કે જેમણે એવું કહીને વિવાદને જન્મ આપ્યો હતો કે ભારતમાં વસ્તી વધારા પર નિયંત્રણ લાવવા માટે દરેક ત્રીજા સંતાન ને મતાધિકારથી વંચિત રાખવા જાઈએ.
તેમનું માનવું છે કે દરેક ત્રીજા સંતાનનો મતાધિકાર ન મળવાથી વસ્તી વધારામાં કમી થશે. બાળકો ઓછા પેદા કરવામાં આવશે અને નિયંત્રણ પણ લાગશે. જોકે તેમના આ નિવેદન પર મુસ્લિમ નેતા ઓવૈસીએ આકરી ભાષામાં કહ્યું કે જો બાબાની વાત માની લેવામાં આવે તો સૌથી પહેલા તો વડાપ્રધાન મોદી નોજ મતાધિકાર છીનવી લેવામા આવશે કેમ કે મોદી તેમના પરિવારમાં ત્રીજા સંતાન છે…!
બાબા રામદેવે વચ્ચે વસ્તી વધારા પર નિયંત્રણ લગાવવાની વાત કહી તો બીજી તરફ વીએચપી અને આર.એસ.એસ દ્વારા સમયે સમયે એવા નિવેદન આપવામાં આવે છે કે ભારતમાં હિન્દુઓને આબાદી ઓછી થઈ રહી છે. એટલા માટે હિન્દુ પરિવાર વધુમાં વધુ બાળકો પેદા કરે. એક તરફ બાબાજી વસ્તી વધારા ઉપર નિયંત્રણ લાવવાની વાત કરી રહ્યા છે તો બીજી તરફ તેમની વિચાર ધારાવાળા સંઘ પરિવાર દ્વારા વધુમાં વધુ બાળકો પેદા કરવાની સલાહ આપી રહ્યા છે. એવામાં માં બની શકે છે કે કોઈ હિન્દુ પરિવાર આ આડી અવળી વાતોમા અઆવી જાય કે શું કરે સંતાન વધુ પેદા કરે કે ન કરે……! આ હાલત છે ભારતના એ નેતાઓની કે જેઓ સમય આવવા પર છૂમંતર થઈ જાય છે. અને જિસકે તડ ને લડુ ઉસકે તડમે હમ. આવી નીતિને અનુસાર મોદીને ફરી એકવાર તપતો અને ઉગતો સૂરજ જાઇને તેમના ગુણગાન ગાવાના શરૂ કરી દે છે. તથા મોદી દિવસ બનાવવાની માંગ પણ કરી નાખે છે એવું લાગે છે કે યોગાચાર્ય બાબા ઉપર બજારનો અને કારોબારી નો રંગ હજુ પણ ઘેરો થતો જઈ રહ્યો છે. જે પાક્કા કારોબારીની નિશાની કે સુરજમુખીની જેમ સૂર્યની સામે જોતા રહે છે. રામદેવ બાબા તમે પાંચ વર્ષ ક્યાં હતા અને પાંચ વર્ષ સુધી તમને વડાપ્રધાન મોદીની યાદ કેમ નથી આવી એ તો આપજ જાણો. પરંતુ લાંબા સમય સુધી મોદીથી અંતર બનાવી રાખવું. હવેના વડાપ્રધાન કોણ થશે એ બતાવવાનું મુશ્કેલ છે નુ નિવેદન આપવુ અને મોદી વડાપ્રધાન બનતા જ આવો હમ સાથ મિલકર ૨૩ મે કા દિન મોદી દિવસ કે રૂપ મેં મનાયે… એવું કહેવુ આપને માટે શું અર્થ રાખે છે અને કેટલું ઉચિત છે. આ જગત આખું શોધતા તમારા જેવું કોઈ ન મળ્યુ, કોઈ ન મળ્યુ,કોઈ ના મળ્યુ…..
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


