સસ્તા દરે વસ્તુ આપવાની લાલચ આપી લોકોને ચૂનો ચોપડતી આંતરરાજ્ય ટોળકીને ઝડપી પાડતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ 

0
10

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાએ આગામી દિવસોમા દિવાળીનો તહેવાર આવતો હોય ભીડભાડ વાળી ખરીદ બજારોમા વોચ રાખી અને લોકો સાથે ઠગાઇ કરતા વેપારીઓ ઉપર નજર રાખવા આપેલ સુચના આધારે ભરૂચ એલ.સી.બી ના પોલીસ ઇન્સ્પેકટર જે.એન.ઝાલા ના માર્ગદર્શન હેઠળ તથા પોલીસ સબ ઇન્સ.પી.એસ.બરંડા એ.એસ.ચૌહાણ તથા વાય.જી.ગઢવી તેમજ ટીમના પોલીસ માણસો આવા ગુના ઓ બનતા અટકાવવા તથા શોધી કાઢવા પ્રયત્નશીલ હતા તે દરમ્યાન બાતમી મળેલ કે છેલ્લા કેટલાક દિવસોથી અંક્લેશ્વરના ગડખોલ પાટીયા નજીક મેઘના આકકેડ મા કેટલાક ઇસમો “તુલસી હોમ નીડસ” નામની દુકાનમાં ઘરવપરાશની ચીજ વસ્તુઓ જેવી કે, એલ.ઇ.ડી ટી.વી, વોશીંગ મશીન, ફ્રીજ, ફર્નીચર,સ્ટીલ ના વાસણો વિગેરે બજાર કીંમત કરતા ૪૫ થી ૫૦ % ના ડીસ્કાઊન્ટથી વેચાણ કરે છે અને તેઓની પ્રવૃતિ શંકાસ્પદ છે જે માહીતી આધારે તમામ માણસોને એલ.સી.બી ઓફીસ ખાતે બોલાવી ઘનિષ્ઠ પુછપરછ કરતા ભાંગી પડેલ અને કબુલાત આપેલ કે અંક્લેશ્વર ખાતે આશરે એક હજાર કરતા વધારે ગ્રાહકોને ડીસ્કાઉન્ટનુ પ્રલોભન આપી રૂ.૩૦,૦૦,૦૦૦/- થી વધુ એડવાન્સ નાણાનુ બુકીંગ કરેલ છે અને નાણા લઇ જતા રહેવાની પેરવીમા હતા. આ ઉપરાંત આજથી પાંચેક માસ પહેલા આસામ રાજય ના સોનારી શહેર ખાતે પણ ઉપરોક્ત એમ.ઓ થી જુદા-જુદા ગ્રાહકોના આશરે રૂ.૧૦,૦૦,૦૦૦/- થી વધુ નાણા માર્કેટ માંથી ઉઘરાવી છેતરપિંડી કરી નાસી આવેલ છે. જે બાબતે ખાત્રી કરાવતા આસામ રાજયના સોનારી પો.સ્‍ટે.મા છેતરપિંડી તથા વિશ્વાસધાત અંગેનો ગુનો રજીસ્ટર થયેલ હોય આ કામે તમામ ઇસમોની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે અને આરોપીની પુછપરછ દરમ્યાન એવુ પણ બહાર આવેલ છે કે વધુ મા વધુ લોકો પાસેથી નાણા ઉઘરાવી રાતો રાત પોબારા ભણી જવા (ભાગીજવા)ની પેરવીમાં હતા.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY