મોદી સરકાર એક અભિયાન ચલાવે તો મોદી પરના લોક વિશ્વાસને ચાર ચાંદ લાગી જાય….

0
3

ભારતમાં ભ્રષ્ટાચાર અને ન્યાયના સંકટનો બહુ મોટો પ્રશ્ન છે.વિતેલા દિવસોના સમાચાર જાઈએ તો સતત ગાજતી રહેલ બે ખબરો નિશ્ચિત રીતે આ બન્ને બનાવમાં બીજીવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બનેલી સરકાર પ્રત્યે જનતાનો વિશ્વાસ વધારવા વાળી છે. શરત એટલી કે મોદી સરકાર આને અભિયિનના રૂપમાં ચાલુ રાખે તો નિશ્ચિત રીતે એ કહેવું ખોટું નહીં હોય કે મોદી સરકારનો આ બીજા કાર્યકાળ સોનેરી અક્ષરોમાં લખવામાં આવશે. ભલે કઠુવા મામલામાં માસુમ ને ૧૭ મહિના પછી ન્યાય મળ્યો હોય. પરંતુ આ ફેસલાથી ન્યાયાલય અને સરકાર પ્રત્યે જનતાનો વિશ્વાસ વધ્યો. જંમ્મુ કાશ્મીરના કઠુવામા આઠ વર્ષની માસૂમે દેશ ને હલાવી દેવાવાળી સામૂહિક દુષ્કર્મની ઘટનામાં વિશેષ અદાલતે સરકારની મજબૂતાઈને લઈને પૂજારી સાંઝીરામ, પ્રવેશ કુમાર અને દીપકને ઉમર કેદ અને એક લાખનો દંડ, તથા પોલીસ નિરીક્ષક આનંદ દત્તા, હેડ કોન્સ્ટેબલ તિલક રાજ તથા એ.પી.ઓ સુરેન્દ્ર શર્મા ને પાંચ પાંચ વર્ષની સજા સંભળાવી. તેના પછી બીજી ખબર એ કે નાણામંત્રાલય ભ્રષ્ટાચારના આરોપમાં સંડોવાયેલા ૧૨ વરિષ્ઠ અધિકારીઓને અનિવાર્ય રીતે રિટાયર કરી દીધા છે. આ અધિકારીઓમાં આયંકર વિભાગના ચીફ કમિશનરની સાથે-સાથે પ્રિન્સિપાલ કમિશનર જેવા હોદ્દા પર હાજર રહેલા અધિકારી પણ સામેલ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અધિકારીઓને નિયમ ૫૬ અનુસાર નિવૃત્ત કરી દેવાયા છે. આમાં ૧૯૮૫ બેચના આઈ આર એસ અશોક અગ્રવાલ નું નામ સૌથી ઉપર છે. આયકર વિભાગમાં જાઈન્ટ કમિશનર રેન્કના અધિકારી અગ્રવાલ ઈડીના સંયુક્ત નિર્દેશક રહ્યા છે. અને ભ્રષ્ટાચારના આરોપમાં ૧૯૯૯થી ૨૦૧૪ વચ્ચે ફરજ મુક્ત રહ્યા છે. તેમના ઉપર કારોબારીઓ થી વસુલાત માટે તાંત્રિક ચંદ્રાસ્વામીને મદદનો આરોપ રહેલો છે. ૧૯૮૫ના આઇ આર એસ અધિકારી હોમી રાજવંશને નિવૃત્તિ આપવામાં આવી છે તેમને પોતાના પદનો ખોટો ઉપયોગ કરીને મોટા પ્રમાણમાં સંપતિ એકત્ર કરવાનો કેસ ચાલ્યો અને સીબીઆઇએ તેમને ગિરફતાર કર્યા ત્યારથી તેઓ વલંબિથ છે. નોએડાના કમિશનર (અપીલ) રહ્યા. ૧૯૮૯ બેન્ચના આઈ આરએસ, એસ.કે શ્રીવાસ્તવને પણ સેવાનિવૃત્તિ કરવામાં આવ્યા છે. તેમના પર કમિશનર રેન્કની બે મહિલા આઈ આર એસ ની સાથે યૌન શોષણ કરવાનો આરોપ છે. અન્ય અધિકારીઓમાં બીબી રાજેન્દ્ર પ્રસાદ, બી અરુલપ્પા, અશોક મિત્રા, ચંદર સૈની ભારતી, અંદાસુ ખદર, શ્વેતાભ સુમન, વિવેક બત્રા અને રાજકુમાર ભાર્ગવ સામેલ છે. બધા જ મહત્વપૂર્ણ પદ ઉપર કાર્યરત હતા જેમના ઉપર ભ્રષ્ટાચારના આરોપ લાગેલા છે.
આમ જોઈએ તો બંને સામાન્ય ખબર જ છે. સરકારે ઈન્કમટેક્ષ વિભાગના ૧૨ વરિષ્ઠ અધિકારીઓને ભ્રષ્ટાચાર અને યોન ઉત્પીડનના આરોપોમાં બહારનો રસ્તો બતાવી દીધો છે. બેશક આ જરૂરી પગલું છે અને પ્રશંસનીય પણ. આ અધિકારીઓ વિરુદ્ધ લાગેલા આરોપના ઉડાણમાં જાઈએ તો ખબર પડે છે કે આ બધા મામલા ફક્ત ગંભીરજ નહી પરંતુ સમગ્ર વ્યવસ્થા બધી જાણકારી અને ઘટનાઓની ગંભીરતાને સમજતા પણ સતત ચાલી રહી છે. દાખલા તરીકે આ ૧૨ અધિકારીઓમાં સામેલ એક ઈન્કમટેક્ષ કમિશ્નરનો મામલોજ લઈએ.તેમની વિરુદ્ધ આવકથી વધુ સંપત્તિ નો આરોપ સાચો મળી ગયો હતો અને આરોપોને કારણે તેમને દસ વર્ષ પહેલા જ વિલંબિત કરી દેવામાં આવ્યા હતા. તેમની વિરૂધ્ધ ભ્રષ્ટાચાર કાનૂન અનુસાર કેસ કરવામાં આવ્યો જે હજી સુધી ચાલી રહ્યો છે. આ એક જ ઘટના બતાવી દે છે કે ભ્રષ્ટાચાર રોકવાની આપણી વ્યવસ્થામાં કેટલા છિદ્રો છે. જ્યારે કોઇ કર્મચારીને વિલંબિત કરીને તેની વિરુદ્ધ મામલો ચલાવવામાં આવે છે તો તેને આ વિલંબન દરમિયાન તેને વેતનનો એક હિસ્સો આપવામાં આવે છે અને તેના સિવાય એને સેવાથી સંબધિત અન્ય લાભો પણ પહેલાની જેમ જ મળતા રહે છે. આ વ્યવસ્થા ત્યા સુધી રહે છે કે જ્યા સુધી આ મામલામાં કોઇ અંતિમ નિર્ણય ના આવી જાય.
જાહેર છે કે આ મામલામાં ફેંસલો છેલ્લા દસ વર્ષથી અટકેલો રહ્યો હતો. કહેવત છે કે મોડેથી આવ્યો ન્યાય. ખરેખર તો ન્યાય ના મળવાનો જ હોય છે. એટલે કે આવા મામલામાં ફેસલા માટે લાબા સમય સુધી લટકતા રહેવાનું. તે જનતાની સાથે અન્યાય જ છે. ભ્રષ્ટાચાર મુક્ત શાસપ જેમનો અધિકાર છે. જાકે ભ્રષ્ટાચારની વિરુદ્ધ આ કાર્યવાહીને બહુ જ મોટી કાર્યવાહી નહિ કહી શકાય, પરંતુ આ શરૂઆતને એક મજબૂત શરૂઆત કહી શકાય છે. તેનું મુખ્ય કારણ એ છે કે એજ વિભાગ કે જે દેશમાં ભ્રષ્ટાચાર રોકવાનુ મહત્વપૂર્ણ સરકારી હથિયાર માનવામાં આવે છે. સરકારે જે અધિકારીઓને સેવા મુક્ત કર્યા છે તેમાં એક એવા અધિકારી પણ છે જેમના પર એક કારોબારી પર દબાણ નાખીને નાણા પડાવવાનો આરોપ છે. એક એવા અધિકારી પણ છે તેમણે પોતાના અને પોતાના પરિવારજનો ના નામ ઉપર સવા ત્રણ કરોડ રૂપિયાથી વધુની સંપતિ જમા કરી રાખી છે જ્યારે કે તેમની આવક ના તમામ સ્રોતો થી આટલી સંપત્તિ બનાવવાનું શક્ય ના હતું. જોકે આ ૧૨માંથી વધુમાંવધુ વિરુદ્ધ આવકથી વધુ સંપત્તિનિ કેસો છે. તેના સિવાય આજ યાદીમા એક સેવા અધિકારી પણ છે કે તેમના ઉપર પોતાનાજ વિભાગની બે મહિલા અધિકારીઓનો યૌન ઉત્પિડનનો મામલો ચાલી રહ્યો છે. જે મહિલા અધિકારીઓનુ ઉત્પિડન થયું તે કમિશનર અધિકારીઓ હતી. એ બતાવે છે કે મહિલાઓ ભલે ઉચ્ચ અધિકારી થઈ જાય પરંતુ તે સુરક્ષીત નથી. સાથે એ પણ છે કે કાર્યસ્થળ પર મહિલાઓને ઉત્પિડનથી બચાવવાને માટે હજુ વધુ કંઈક કરવા કરવાની જરૂરત છે. પદનો દુરુપયોગ થવા સાથે ઉત્પિડનની કેટલીક ઘટનાઓ એ કારણે સામે નથી આવતી કે ઉચી પહોચને કારણે દોષી ઉપર કોઈ કાર્યવાહી નથી થતી. પરંતુ ઉત્પીડનના મામલામાં સરકારની આ કાર્યવાહીથી કેટલાક બીજા મામલા સામે આવશે અને આ રીતે ઘટનાઓ રોકાશે.
આ મામલાઓ ઈન્કમટેક્ષ વિભાગના છે પરંતુ આવી Âસ્થતિ સમગ્ર સરકારી તંત્રમાં જ છે. આ ઘટનાઓ બતાવી રહી છે કે પ્રશાસને ભ્રષ્ટાચાર અને યૌન ઉત્પીડનથી મુક્ત બનાવવાનું કામ કેટલું અઘરું છે. આવા મામલાઓને ઉકેલવામાં કેટલાય વરસ લાગે છે અને નાતો સમય પર સજા મળી શકે છે અને ન સજા બાકી લોકોને માટે શબક બની શકે છે. ભ્રષ્ટાચારથી મુક્ત માટે સૌથી જરૂરી એ પણ છે કે ઘટનાઓનો ઉકેલ જલ્દી હોય અને ભ્રષ્ટાચારીઓને માટે સજા માટે પાકી વ્યવસ્થા બને. અધિકારીઓને સેવા મુક્ત કરવા સ્વાગત બરાબર છે. પરંતુ પ્રશાસનથી ભ્રષ્ટાચાર મીટાવવાને માટે આનાથી આગળ વધીને ઘણુ બધુ કરવાની જરૂર છે. હવે પ્રશ્ન ઉઠે છે કે ન્યાયાલયમાં હાલમાં દેશમાં થયેલ ડર પેદા કરવા વાળી અલીગઢના ટપ્પલમાં અઢી વર્ષની બાળકીની હત્યા. આજ મહિના માં આઠ જૂનના દિવસે હમીરપુરમાં દુષ્કર્મ પછી માસુમની હત્યા. આ જ દિવસે ભોપાલમાં આઠ વર્ષીય બાળકની સાથે દુષ્કર્મ પછી હત્યા સહિત કેટલાય સમાજને શ‹મદા કરવાવાળી ઘટનાઓને દોષિતોને સજા આપવા સરકાર કેટલી જલ્દી કરે છે. રહ્યું ભ્રષ્ટાચાર પર પંજા કસવાનો વાત છે. તેના માટે સૌથી પહેલા કેન્દ્ર અને રાજ્ય સરકારોએ સંયુક્ત અભિયાન ચલાવવું પડશે કેમકે દરેક રાજ્યમાં ડર્ઝનોની સંખ્યામાં ભ્રષ્ટાચાર માં સામેલ અને આવકથી વધુ સંપત્તિના અધિકારીઓની જાણકારી છે. કેટલાય મામલા લાંબા સમયથી પડેલા છે. એક અંદાજ અનુસાર ખરેખર સુચનાની સાથે રાજ્ય અને કેન્દ્ર સરકાર પ્રયાસ કરશે તો એક મહિનાના અભિયાનમાં દેશમાંથી ૧૦૦થી વધારે એવા અધિકારીઓ સામે આવશે કે જે કુબેરની શ્રેણીમાં છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY