શું આ ૧૭મી લોકસભાની ચૂંટણી ૧૯૪૭ ના વર્ષમા થઈ રહી છે કે શું……?

0
27

જવાહરલાલ નેહરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, મોહમ્મદ અલી જીન્નાહ, મહાત્મા ગાંધી… આ કેટલાક એવા નામ છે કે જે ૨૦૧૯ ની લોકસભા ચૂંટણીમાં ગુંજી રહ્યા છે. આ નેતાઓનો એક જમાનો હતો. નહેરૂ પછી કોણ એવી રાજકીય ચર્ચાઓ થાય છે. એવી રીતે આજે મોદી પછી કોણ ની ચર્ચા થઈ રહી છે. નેહરુ, પટેલ, જિન્નાહ અને ગાંધીજી ના નામ આઝાદી થી પહેલા અને આઝાદી મળ્યા પછી પણ ગુંજતા હતા. આજે આમાંથી કોઈપણ નથી. નેહરુને જાણે કે નામજ દેશવાસીઓ ભૂલી ગયા હતા. હા એટલું જરૂર કે સરદારના નામની ચર્ચા નરેન્દ્ર મોદી ૭ ઓક્ટોબર ૨૦૦૧ માં સીએમ બન્યા તેના પહેલા ગુજરાતના અને પછી દેશના રાજકારણમાં ઉભર્યુ. મોદીએ સરદારની સાથે કોંગ્રેસે કેવો અન્યાય કર્યો તેની ચર્ચા આજે પણ કરે છે. છેલ્લા એક વર્ષમાં એક બીજું નામ ઉભરીને આવ્યું છે. એ છે કાશ્મીર ની સમસ્યા નહેરુ ના કારણે થઈ છે. એ રીતની જાણકારી વડાપ્રધાન મોદીજી આપી રહ્યા છે. યુપીમાં છેલ્લી ચૂંટણીઓ ના સમયમાં મોહમ્મદ અલી જીન્નાહનું ભૂત જાગ્યુ હતુ કે જગાડવામાં આવ્યું હતું. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી મા જીન્નાહની એક તસવીરને લઈને રાજકારણ શરૂ થયું હતું. ચૂંટણી ખતમ અને જીન્નાહનું ભૂત કબરમાં જઇને બેસી ગયું….!
હાલની ચૂંટણીમાં કોંગ્રેસે એક વિડીયો બનાવ્યો જેમાં મોદી પોતાના મંત્રીઓની સાથે મીટીંગ કરી રહ્યા છે અને બરાબર તેની પાછળ નહેરુ આવીને કહી રહ્યા છે કે જાયેગા તો મોદી હી.આ વિડીયો વાયરલ થયો. જેના જવાબમાં એવો વીડિયો વાયરલ થયો જેમાં નહેરુના કહ્યા પછી ગાંધીજી દરવાજા બહાર આવીને કહી રહ્યા છે કે આયેગા તો મોદી હી…..!મોદી સરદારની પ્રતિમા- સ્ટેચ્યુ બની ગયા પછી સરદારજ ચર્ચામાં છે. તેમાં હવે નહેરુ અને ગાંધીજી પણ જોડાઈ ગયા. જીન્નાહ નું નામ ફરીથી ગૂંજ્યુ. ભાજપમાંથી કોંગ્રેસમાં ગયેલા મિસ્ટર ખામોશ ફિલ્મ કલાકાર શત્રુધ્નસિંહાએ જિન્નાહની પ્રશંસા કરી વિવાદ જગાવ્યો. શરદ પવારનો પક્ષ એન.સી.પી.ના એક નેતાએ પણ જીન્નાહને મહાન નેતા બતાવ્યા. તેને લઇને ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સિહાની આલોચના કરી. એમ કહી શકાય કે ૨૦૧૯ ની ચૂંટણીમાં ૧૯૪૭ ના નેતાઓને યાદ કરીને જાણે કે ચૂંટણી પ્રચારમાં આવ્યા હોય એવું કંઈક લાગી રહ્યું છે. જેમકે નહેરુ મોદીની વિરુદ્ધ પ્રચાર કરી રહ્યા છે. ગાંધીજી જે કદી ચૂંટણીમાં કોઈ નો પ્રચાર કરતા ન હતા તે જાણે કે મોદીના પ્રચાર કરી રહ્યા છે કે આયેગા તો મોદી હી….!
પાંચ વર્ષ પછી ચૂંટણીમા કોઈપણ સરકાર પોતાના કામોના આધાર પર મતદાતાઓથી વોટ માંગે છે. અને એજ આધાર પર માંગવા જોઈએ. પરંતુ થઈ એ રહ્યું છે કે સરકાર નેહરુની ટીકા કરી રહી છે. નેહરુએ સરદારની વાત માની નહી. ગાંધીજીએ સરદારને વડાપ્રધાન બનવા ના દીધા. કોંગ્રેસ જિન્નાહ ભક્તિ કરે છે. અલી અને બજરંગ બલી અને ન જાણે કયા કયા મુદ્દા પર વોટ્‌સ માગવામાં આવી રહ્યા છે. ક્્યાંક જવાનોના નામ પર વોટ માંગી રહ્યા છે, તો ક્યાંક સંરક્ષણ સોદામાં દલાલીના નામે વોટ માગી રહ્યા છે. ૨૦૧૪માં બીજી સરકારની ટીકાઓ કરવામાં આવી. પરંતુ ૨૦૧૪થી ૨૦૧૯ ના પાંચ વર્ષમાં મારી સરકારે શું કર્યું તેના આધાર પર વોટ માટેની અપીલ કરવી જાઈએ. પરંતુ મુદ્દા ભટકી રહ્યા છે કે પછી ભટકાવવામાં આવી રહ્યા છે. અને ચોથા ચરણમાં આવતા આવતા પ્રચારમાં ૧૯૪૭ ના કે આઝાદી પછીના તરતના રાષ્ટ્રીય નેતાઓ ચૂંટણી પ્રચારમાં ઉતારવામાં આવ્યા…..! અરે યાર આ કોઈ વાત કરી કહેવાય શું….? આ નેતાઓને આરામ કરવા દો. મેં પાંચ વર્ષ શું કર્યું અને અમારી સરકાર બનશે તો શું કરશે કે મુદ્દા પર વોટ માંગવા આજની ચૂંટણીની માંગ છે. કેટલાયે મતદાતાઓને એવું લાગી રહ્યું છે કે શું આ આઝાદીની તુરંત પછી ની ચૂંટણી છે કે શું….? શું અમે ૭૦ વર્ષ પાછળ ચાલ્યા ગયા ટાઈમ મશીનની જેમ….! નેહરુજી, સરદારજી, ગાંધીજી અમને માફ કરશો. જીન્નાહ તમે કબરમાં આરામ કરો….!

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY