બેઇજિંગ,તા.૧૨
ચીનના દક્ષિણ-પૂર્વ વિસ્તારમાં છેલ્લા સપ્તાહથી વરસાદનો કેર યથાવત છે. જેનાથી આવેલા પૂરને કારણે અત્યાર સુધી ૧૬ લોકોના મોત થયા છે. ૩.૬૦ લાખ આ પૂરના કારણે અસરગ્રસ્ત થયા છે. ૧૩૫૦ મકાન તૂટ્યા અને ૧ લાખ ૫૦ હજારથી વધારે લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી પ્રમાણે, પૂરની અસર ૬ શહેરો પર સૌથી વધારે થઈ છે. જેમાંથી ૯ અને ગુઆંગડોંગમાં ૭ લોકોના મોતના સમાચાર પણ છે. હુયાન શહેરના ત્રણ ભાગ ખરાબ રીતે પૂરના સંકજામાં આવી ગયા છે. અહીં ૧ લાખથી વધારે લોકો ઘરવિહોણા થયા છે, જ્યારે ૯૫૬ મકાન ધરાશાયી થયા છે.
પૂરથી પ્રભાવિત વિસ્તારોમાં રેડ એલર્ટઃ ચીનમાં હવામાનથી સંબંધિત ચેતવણી માટે ચાર કલર સિસ્ટમ નક્કી કરાઈ છે. જેમાં રેડ એલર્ટ સૌથી ખતરનાક હવામાનની ચેતવણી આપે છે. ત્યારબાદ ઓરેન્જ , યલો અને બ્લૂનો નંબર આવે છે. વિસ્તાર હવામાન વિભાગે મંગળવારે પૂરથી પ્રભાવિત વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કર્યુ છે. અહીં આગામી ૨૪ કલાકમાં ભારે વરસાદની આશંકા વ્યક્ત કરાઈ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



