કાશ્મીર કાશ્મીરીઓ અને કાશ્મીરના માલસામાનનો નો બહિષ્કાર કરો જેથી તેમને ખબર પડે કે પુલવામાં આતંકી હુમલાને લઈને ભારત કેટલુ છે ગુસ્સામાં છે આ વાત કોઈ એવા રાજકારણી કે નવા શિખાઉ યુવાને નથી કરી મોદી સરકારે જે મેઘાલયમાં બંધારણ ની રક્ષા કરવાની જવાબદારી સોંપીને રાજ્યપાલ બનાવ્યા એવા મહાનુભાવ તથાગત રોયે ગેરકાયદેસર રીતે ટ્વીટર દ્વારા આ વાત કીધી છે.
વિવાદ થયા બાદ રાજ્યપાલ મહોદયે કહીને હાથ ખંખેરી નાખ્યા કે તેમણે તો કોઈ બીજાની વાત નો લખીને કહી હતી કેમ ના પોતાના વિચારો નથી દેશ અને દેશની ૧૩૫ કરોડની વસ્તીમાં કાશ્મીરના પુલવામાં હુમલાને લઈને ભારે રોષ આપી ગયો છે કેટલાયે લોકો આને માટે મોદી સરકારને દુષિત માની રહ્યા છે જ્યારે પૂર્વ સેના અધિકારી સેનાની પણ ગલતી કાઢી રહ્યા છે કે આમાં સેનાની પણ ભૂલ છે પરંતુ બધાનો એક જ અવાજ છે કે પાકિસ્તાન ને હવે ગોખરુ કરવું જાઇએ આવો આવો મોકો વારંવાર નથી આવતો સવાલ કાશ્મીરનો છે કહેવા માટે તો અમે બધા મોટાભાગે કહીએ છીએ કે કાશ્મીર ભારત નું અભિન્ન અંગ છે તેને કોઇ તાકાત ભારતી અલગ નથી કરી શકતી સાચી વાત છે અને ત્યાંના પ્રયાસ પણ થવા જોઈએ પરંતુ મોદી સરકારે મેઘાલયના રાજ્યપાલ સાહેબે શું કહ્યું….?
છેલ્લા કેટલાક વર્ષોથી ભારતના રાજકારણમાં એ જાવામાં આવ્યું છે કે કોઈ ઘટનાને લઈને સમાજ અને દેશને શોભે નહીં તેવા શબ્દો એવા બોલ એવા નિવેદન આપવામાં આવે છે જેવી રીતે રાજ્યપાલ સાહેબે નિવેદન આપ્યું કાશ્મીરનો બહિષ્કાર કરો કાશ્મીરી ઓનો બહિષ્કાર કરો કાશ્મીરી માલસામાનનો બહિષ્કાર કરો બે વર્ષ સુધી કોઈપણ અમરનાથની યાત્રાએ ન જાય… આવી વાત જા રાજ્યપાલના મોઢે થી નીકળે તો પછી તેમના અને જે કાશ્મીર ને ભારત થી અલગ કરવા ચાહે છે એવા અલગતાવાદી કાશ્મીરી નેતાઓ માં શું ફર્ક છે…..? આવા અલગતાવાદી નેતાઓ તો રાજ્યપાલના નિવેદનને લઈને કાશ્મીરીઓને ભડકાવવાનું કામ કરશે અને કરી રહ્યા છે તે જુઓ કાશ્મીરના લોકો તમે ભારતથી જુઓ છો પરંતુ ભારત તમારામાં શું વિચાર રાખે છે….! જા એ જવાબદાર અને બંધારણ ના રક્ષણ કરવા વાળા મહાનુભાવ કાશ્મીરી ઓ નો બહિષ્કાર કરવાની વાત કરે તો વડાપ્રધાન જી આવા રાજ્યપાલ સાહેબ ને ઘરે મોકલી દઇ ને બંધારણનો અભ્યાસ કરવાનો સમય આપે કેમકે આવી નિવેદનબાજી થી ગવર્નર સાહેબની સાથે વડાપ્રધાનની પણ ટીકા થઈ રહી છે કેમકે તેમને તમે જ ગવર્નર બનાવ્યા છે
જા દેશ કાશ્મીર અને કાશ્મીરીઓના માલસામાનનો બહિષ્કાર કરે તો કાશ્મીરમાં પણ એવું જ બની શકે છે કે તેઓ ત્યાં પ્રવાસે ગયેલા પ્રવાસીઓનો બહિષ્કાર પણ કરી શકે બની શકે છે કે પ્રવાસીઓને નિશાન બનાવીને હુમલા પણ થાય અગાઉ આવી ઘટનાઓ બની ગઈ છે તેઓ ભારતના માલસામાન નો બહિષ્કાર કરીને પીઓકે કાશ્મીરના રસ્તે પાકિસ્તાન કે ચીનથી માલસામાન મંગાવશે ફાયદો કોને થશે….? ભારતને તે પછી આતંકી દેશને…..? વડાપ્રધાન શ્રી કાશ્મીર અને કાશ્મીરીઓના વખાણ કરતા નથી થાકતા કાશ્મીરીઓને સુરક્ષાનો ભરોસો આપી રહી છે કેન્દ્ર સરકાર ત્યારે લોકોને કાશ્મીર વિરુદ્ધ ભડકાવવા યોગ્ય છે ખરું……? શું આ નેશનલ ફેબ્રિકસને તોડવાનો પ્રયત્ન નથી….? શું આવા ઓછી માનસિકતાવાળા વ્યક્તિને હજુ પણ રાજ્યપાલ ના સન્માનીય અને બંધારણના પદ ઉપર રાખવો જાઈએ …..? નિર્ણય કરવો સરકારના હાથમાં છે પરંતુ તેમના આવા ભડકાઉ નિવેદન થી એક ભારત નેક ભારત અને શ્રેષ્ઠ ભારત ના વડાપ્રધાન જેનો સ્વપ્ન જાઈ રહ્યા છે તે નવા ભારતનું નિર્માણ કેવી રીતે થશે…..? આવા નિવેદનથી ભારતના બંધારણની ગરિમાને પણ ઠેસ વાગી છે કમ સે કમ બાબાસાહેબ આંબેડકર ના બંધારણ રક્ષાને માટે તો તથાગત રોયને કહી દેવું જોઈએ કે કૃપા કરીને તમે ઘરે પાછા ફરો….!
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




