સુપ્રિમના આદેશ બાદ અનિલ અંબાણીએ બેંકોને ૨૬૦ કરોડ ચૂકવવા વિનંતી કરી

0
13

મુંબઇ,તા.૨૧
સુપ્રીમ કોર્ટ મારફતે ચાર સપ્તાહની અંદર દેવાની ચૂકવણી કરવાના આદેશ બાદ રિલાયન્સ કોમ્યુનિકેશને(આરકોમ) ગુરૂવારે બેંકોને રૂ.૨૬૦ કરોડની મૂડી સીધે એરિક્શનને રિલીઝ કરવાની વિનંતી કરી છે. આરકોમે કહ્યું કે આ મૂડી ટેક્સ રિફંડ પછી બેંકો પાસે જમા છે.
તમને બતાવી દઈએ કે બુધવારે સુપ્રીમ કોર્ટે રિલાયન્સ કોમ્યુનિકેશનના ચેરમેન અનિલ અંબાણીને અવમાનનાના દોષી ગણાવી ચાર સપ્તાહની અંદર એરિક્સનને ૪૫૩ કરોડ રૂપિયાના દેવાની ચૂકવણી કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું કે જો અનિલ અંબાણી એવું કરવામાં નિષ્ફળ રહ્યાં તો તેમને ત્રણ મહિના માટે જેલ જવું પડી શકે છે.
જોકે કોર્ટના આ આદેશ બાદ આરકોમ સહિત રિલાયન્સ ગ્રુપની બધી કંપનીઓના શેર ભાવમાં ભારે કડાકો જોવા મળ્યો છે. આ પહેલા એરિક્સને ૫૫૦ કરોડ રૂપિયાના દેવાની ચૂકવણી ન કરવા બદલ કંપનીએ અનિલ અંબાણી, રિલાયન્સ ટેલીકોમના ચેરમેન સતીશ સેઠ અને રિલાયન્સ ઈન્ફ્રાટેલના ચેરપર્સન છાયા વિરાની અને એસબીઆઈના ચેરમેન સામે સુપ્રીમ કોર્ટમાં અવમાનનાની અરજી કરી હતી.
૨૩મી ઓક્ટોબર ૨૦૧૮ના રોજ કોર્ટે કહ્યું હતું કે ૧૫મી સપ્ટેમ્બર ૨૦૧૮ સુધી આ મૂડીની ચૂકવણી કરવામાં આવે. એવું કરવામાં નિષ્ફળ રહ્યા તો ૧૨ ટકાના વ્યાજથી દેવાની ચૂકવણી કરવી પડશે. જાકે ગુરૂવારે રિલાયન્સ કોમ્યુનિકેશનના શેરમાં ૪ ટકા સુધીની તેજી જાવા મળી રહી છે. શેરભાવ લગભગ ૪ ટકા ઉછળીને ૬ રૂપિયા નજીક ટ્રેડ કરી રહ્યો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY