લોકસભાની ચૂંટણીઓ સંપન્ન થઈ ગઈ. નવી સરકારની રચનાની તૈયારીઓ શરૂ થઈ થતાં જ યુપીમાં હત્યાની એક ઘટના થઈ છે કે જેને કેટલાય સવાલ પેદા કરી દીધા છે. આ ચૂંટણીમાં યુપીના અમેઠી સીટ ઉપર સમગ્ર દેશની નજર હતી. કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીની સામે ફરી એકવાર ભાજપાએ સ્મ્રુતી ઈરાનીને ટિકિટ આપી. અને જે પ્રકારે રાજકારણમાં અટકળો હતી કે રાહુલ આ વખતે અમેઠીમા જીતી નહી શકે અને પરિણામ પણ કાઈક એવું જ આવ્યું. અમેઠીએ એક નવો ઈતિહાસ રચ્યા પછી બનેલી એક ઘટના એ પણ અમેઠીમાં બધાને એ વિચારવા પર મજબૂર કરી દીધા કે શું યુપીમા ફરી એકવાર રાજકીય દુશ્મનીમાં હત્યાકાડનો સિલસિલો શરૂ થઈ ગયો છે…..? સ્મૃતિને રાહુલની સામે જીતાડવામાં જેમની મુખ્ય ભૂમિકા રહી તે ભાજપાના બરોલિયાના પૂર્વ પ્રધાન સુરેન્દ્રસિંહની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી. હજુ તો સ્મ્રુતિએ કાયદેસર સાંસદનિ શપથ પણ નથી દીધા અને તેમણે ગામ બરોલિયા માં જઈને પોતાના નજીકનાની અર્થીને કાંધ દેવી પડી અને તેના હત્યારા ચાહે કિયાય પણ હોય તેને પાતાળમાથી શોધી કાઢીને ફાસીએ લટકાવવાના શપથ લેવા પડ્યા.
મૃતક ભાજપા નેતાના પરિવારે રડતા રડતા કહ્યું કે દીદી એટલેકે સ્મ્રુતિને જીતાડવાની જીદને લઈને તેમની તેમનો જીવ લઇ લીધો. કારણ જે પણ હોય પરંતુ આ કોઇ નાની મોટી ઘટના નથી. યુપી-બિહારમાં એક સમય હતો કે ચૂંટણીમા બદલાની ભાવના ને લઈને હિસા અને હત્યાઓ થતી હતી. બૂથ કેપ્ચરિંગનો તો જાણે ધંધો ચાલતો હતો. પરંતુ સમયની સાથે આ બધું ઓછું થતું ગયું પરંતુ અમેઠીના નવા ચુટાઈ ગયેલા સાંસદ સ્મ્રુતિની ખૂબ નજીકનાની હત્યાએ રાજકીય પંડિતોને એ વિચારવા પર મજબૂર કર્યા કે શું ફરીથી ચૂંટણી દુશ્મનીનો અને હત્યાનો સિલસિલો શરૂ થઈ ગયો…..? અને જો આનો જવાબ હા છે તો એના માટે આખરે કોને જવાબદાર ઠેરવવામા આવશે…..? નેતાઓના અસભ્ય બોલ…..? કાંઈ પણ થઈ જાય બસ જીતવું છે…. એક નવો ઇતિહાસ બનાવવો છે….. ની ખેવના….? પૂર્વ પ્રધાન સુરેન્દ્રસિંહ હવે આ દુનિયામાં નથી પરંતુ તેમના મોતે યુપીમાં યોગી સરકારની સામે પણ કેટલાય સવાલ ઉભા કરી દીધા છે.
વર્તમાન લોકસભા ચૂંટણીમાં યુપીના સીએમ યોગી અન્ય રાજ્યોમાં જઇને યુપીની કાનૂન વ્યવસ્થાની પ્રશંસા કરતા થાકતા ન હતા. ખાસ કરીને ગેર ભાજપાના રાજ્યોમાં જઇને તે પક્ષની મજાક ઉડાવતા હતા, પરંતુ આ હત્યાએ કદાચ યોગીજી ને પણ વિચારવું પડશે કે આગળ ચાલીને આવી કોઈ હત્યાઓ ન થાય. સ્મૃતિએ જે શપથ લીધા છે તેને જાતા આ ઘટનાની પાછળ જે કોઈપણ પક્ષ કે નેતા કે પછી કોઇ આતરિક દુશ્મની વાળા હોય તેને બેનકાબ કરે. તેમના નજીકના જેમણે અમેઠીમાં જીતાડવામા પોતાની જાનની બાજી લગાવી દીધી તેમના હત્યારાઓને ફાંસીના ફંદા સુધી પહોંચાડવામાં કોઈ કસર બાકી ન રાખે. એવું ન થાય કે કેન્દ્રમાં મંત્રી બન્યા પછી તેઓ સુરેન્દ્રસિંહની શપથ ભૂરી ન જાય. તેમની આ શપથ રામ મંદિર જેવી ન રહેતા તેમના પરિવારને દરેક પ્રકારની મદદ કરે. જેથી ચુટણીમાં વીવીઆઈપી ઉમેદવારને જીતાડવાને માટે સ્થાનિક કાર્યકર્તાઓમાં એ સંદેશો જાય કે આવી ઘટના પછી ઓછામાં ઓછું તેમના પરિવારની ખબર અંતર લેવાવાળું કોઈ તો છે. યુપી સરકાર પણ પૂર્વ પ્રધાનની હત્યાની તપાસ જલ્દીથી જલ્દી કરાવે અને આખરે આ હત્યાની પાછળનુ અસલ કારણ શું છે તે જાહેર કરે. નહીં તો થશે એવુ કે ફરી ચૂંટણીમાં કોઈ સ્થાનિક કાર્યકર્તાઓ વીવીઆપી ઉમેદવારને માટે દિલથી કામ શા માટે કરે…..? સવાલ કેટલાય છે જવાબ સ્મ્રૃતિની ખૂબ નજીકના હત્યારાઓની પાસે છે….!! આજે અમેઠી કાલે કિયાક બીજે….. કાંઈક એવું તો નથી…? સાવધાન ઈન્ડિયા….. સાવધાન યુપી….!!
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



