ભારત એક શોધ નામનું પુસ્તક નહેરૂએ લખ્યું હતું. જેલવાસ દરમિયાન તેમણે ભારતનો પ્રાચીન ઇતિહાસ અને જે જાણકારી જેલમાથી લખેલા પત્રો દ્વારા પોતાની પુત્રી ઇન્દિરા ગાંધીને આપી. તેને લઈને ટીવી સિરિયલ પણ આજ નામથી બની હતી. ભારતની ફરીથી શોધ શરૂ થઈ ગઈ છે ૨૦૧૪ થી. મેન વર્સીસ વાઇલ્ડ એટલે કે માનવી અને જંગલ-પ્રકૃતિ- વન્યજીવોની વચ્ચેની લડાઈ. ભલે લડાઈ થાય પરંતુ રહેવાનું સાથે સાથેજ છે. આ વાતને લઈને નેતાજી કોઈ ચેનલ માં આવી રહ્યા છે. જાહેર છે કે ડિસ્કવરીની ટીઆરપી વધશે. એટલી વધશે કે બસ. વિરોધ પક્ષ દ્વારા તેની આલોચના પણ કરવામાં આવી. કોઈ હુમલા સમયે નેતાજી તેની શૂટિંગ કરી રહ્યા હતા. બની શકે છે કે હુમલાની જાણકારી આપવામાં અધિકારીઓએ મોડું કરી દીધું હોય. તે ભારત એક શોધ હવે લોકોની સામે આવી રહી છે. મેન વર્સીસ વાઇલ્ડ દ્વારા. ચાલો બહુ સારુ છે. નવું રૂપ…નવો અંદાજ… અનોખું સાહસ ૬૮ વર્ષની ઉંમરે કરવું એ ખતરાથી ખાલી નથી. એમ તો નેતાજી ખતરાના ખેલાડી છે અને ભલ ભલાને ચિત્ત કરી દીધા છે. ઉદાહરણ લઈ લો અમેઠી. નવા ભારત એક શોધમાં અમેઠીમાં જીતવાવાળી એક મહોરું છે. અસલી રણનીતિકાર તો નેતાજીજ છે.આ શોમાં બતાવવામાં આવે છે કે વિકટ અને વિપરીત પરિસ્થિતિઓમાં કેવી રીતે ટકી રહેવું જોઈએ તેના અંગે શીખવાડે છે. સાહેબ, ભારત નામના દેશમાં એક નહીં આવા કરોડો લોકો મળી જશે કે જે બતાવશે કે સરકાર મદદ ના પણ કરે તો પણ વિકટ પરિસ્થિતિઓમાં કેવી રીતે ટકવું જોઈએ. આજે પણ ભારત ના જંગલો માં કેટલાય વનવાસી એવી હાલતમાં રહે છે કે તેઓ કેવી હાલતમા રહે છે કે જે કેવી રીતે ટકી ગયા તે શોધનો વિષય હોઈ શકે છે. પરંતુ વાત કરોડો કરોડો જન જન…મન મન સુધી પહોંચાડવી હોય તો પછી ડીસ્કવરીજ કરવી પડે જેથી ૧૦૦થી વધુ દેશોમાં પહોંચી શકાય.વનવાસીથી કેટલા સુધી પહોંચી શકાય…..?વાત નવા ભારતની છે. અડધી દુનિયામાં ભારતનો ડંકો વાગી ચૂક્યો છે. હવે અડધી દુનિયા સુધી પહોંચે તો ….સમજો કે કરલો સારી દુનિયા મુઠી મેં. આ સૂત્રનું કોઈ જુગ જુગ જીઓની સાથે કાઈજ લેવાનુ કે દેવાનુ નથી.
જંગલનો કાયદો છે સહઅસ્તિત્વનો. જીઓ ઔર જીને દો. પરંતુ અહિયાતો પક્ષોનો સફાયો- જનપ્રતિનિધિઓનું અન્ય પક્ષોમાં આવવા-જવાનું. પિટાઈ-વિરોધ કરવા વાળાની વિરુદ્ધ બીજાઓને આગળ કરી સીધા રાખવા….. અને ન જાણે શું-શું. સહઅસ્તિત્વ નહીં, મારુંજ અસ્તિત્વ….. ભલા આ શુ કોઈ વાત થઈ શું. આ શો જોઈને કદાચ જંગલના પ્રાણીઓ પણ બોલી ઉઠશે કે-આ શું…..? કહેવાનું કંઈ અને કરવાનું કંઈક બીજું. આ અમારો સિદ્ધાંત નથી. જંગલમાં દરેકને જીવવાનો હક- અધિકાર છે. પરંતુ જંગલની બહાર….? ભારતના લોકો વીકટથી વિકટ પરિસ્થિતિઓમાં હસતા-હસતા જીવે છે. અને અને ગાય છે કીસી કી મુશ્ટરાહટો પે હો નિસાર…….કિસીકા દર્દ મિલ શકે તો લે ઉધાર….! તેને કોઈ ડિસ્કવરીની નહીં દેશની ઉર્ર્િઅ એટલે કે દેશની ચિંતા છે…..! પરંતુ જેવી જેની મરજી….નવુ ભારત છે….નવુ જોશ છે……નવી ઉમંગ છે….. આઓ મીલકર લીખે નઇ કહાની હમ…… ડિસ્કવરીસ્તાની…..હમ. ડિસ્કવરીસ્તાની……! ચાલો બે કદમ જંગલની તરફ જઈએ…..!
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



