નવસારી,તા.૭
અશોક ગેહલોતનાં વિવાદાસ્પદ નિવેદનનો વિરોધ થયો છે. નવસારીનાં વાંસદામાં અશોક ગહલોત સામે વિરોધ નોંધાવાયો છે. જેમાં વાંસદા ભાજપનાં કાર્યકર્તાઓ દ્વારા પૂતળા દહન કરીને વિરોધ કરાયો છે. કાર્યકર્તાઓએ કૉંગ્રેસ હાય હાયનાં નારા સાથે વિરોધ કર્યો હતો.
આ નિવેદન પર પલટવાર કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, રાજસ્થાનનાં સીએમ અશોક ગહલોતે ગુજરાતની સડા છ કરોડ જનતાની માફી માંગવી જોઇએ. તમામ ગુજરાતીઓને દારૂડીયા કહ્યાં છે તે તેમને શોભતું નથી. એક પછી એક ચૂંટણી હાર્યા પછી અને રાજસ્થાનમાં બધી જ લોકસભાની સીટ કૉંગ્રેસ હારી ગયા પછી કોંગ્રેસને કળ વળી નથી. બધા કૉંગ્રેસીઓનાં જીભ અને મગજનાં જોડાણ તૂટી ગયા હોય તેમ લાગે છે. ગેહલોતજીએ, ગુજરાતમાં ઘરે ઘરે દારૂ પીવાય છે તેવું કહીને સડા છો કરોડ ગુજરાતીઓનું અપમાન કર્યું છે. તમામ ગુજરાતીઓને દારૂડીયા કહ્યાં છે તે તેમને શોભતું નથી. ગુજરાત કોંગ્રેસે જવાબ આપવો જોઇએ.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


