ડ્રેગન ની આદત આગ ઓકવાની પણ તમે દુશ્મન દેશની ચીજવસ્તુઓની ખરીદી બંધ કરવા તૈયાર છો….?

0
17

કાશ્મીરના પુલવામા થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતના લોકોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે અને સોશિયલ મીડિયા પર લોકોએ અનેક પ્રકારની ધડબડાટી બોલાવી છે ત્યારે સવાલ ઊઠે છે કે યુદ્ધ એ નાનીસૂની ના ખેલ નથી તેની પાછળ કેટલી ખાના-ખરાબી હોય તે આજનું યુવાધન કે રાજકીય તકવાદીઓ સમજી શકતા નથી ફરજીયાત કરવામાં આવે તો અને કોલેજ દરમિયાન ફરજિયાત મીલેટરી માં ફરજ બજાવવાનું કહેવામાં આવે તો અને આ બાબત દેશના તમામ લોકોને માટે ફરજિયાત કરી દેવામાં આવે તો બોલતી બંધ થઈ જાય એક યુદ્ધ પછી જવાનોના જે મૃત્યુ થાય છે તેમના પરિવાર માટે કેવી સ્થિતિ હોય કે કદી પણ વિચાર્યું છે….?ખેર… ભારત જેને પોતાનું મિત્ર માને છે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના વતન ગુજરાતમાં સાબરમતી નદીના કિનારે જે ચીનના રાષ્ટ્રપતિ ને પોતાની સાથે બેસાડીને હીચકા ખવડાવ્યા જેની સાથે મળીને પતંગ ઉડાવ્યા કે ચાઇનાએ કાશ્મીરના પૂર્વ ભારતના જવાનો ઉપર થયેલ હુમલો આતંકી હુમલો ના હતો તેમ કહી દીધું…..! આ ચાઇનાએ જૈશ એ મોહમ્મદના વડા મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર કરવામાં રોડા નાખ્યા સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં ટીકા કરતો પ્રસ્તાવ એક અઠવાડિયા સુધી રોકાવી દીધો એટલું જ નહીં ચાઈના એ ઠરાવમાં જૈશ એ મોહમ્મદ આતંકી સંગઠનનુ નામ ન આવે તેવા પણ પ્રયત્નો કર્યા પરંતુ જયારે તેમની વાત માનવામાં ન આવી તો ઠરાવ પસાર થયા પછી ચાઈના એ કહ્યું કે પ્રસ્તાવમાં જૈશનુ નામ મામુલી વાત છે આ ઠરાવ કોઈ નિર્ણય નથી…..! આ ચીન એ જ છે કે જેને ચીની હિન્દી ભાઈ ભાઈ નો નારો આપીને ભારતની પીઠમાં છુરો મારીને ભારત ઉપર આક્રમણ કર્યું હતું ઈતિહાસમાંથી કોઇ પાઠ શીખવાને બદલે વડાપ્રધાને ચીનને ઢોકળા ખવડાવ્યા અને બદલામાં ચીને દગો કર્યો એક રીતે જોઈએ તો આતંક ઉપર ચાઈનાનો ડબલ ચહેરો દુનિયા સામે આવ્યો ભારતનું અત્યાર નું નેતૃત્વ ચીનને પોતાનું મિત્ર માની રાષ્ટ્ર છે. એ સમયે જે ભૂલ નહેરૂજીએ કરી એજ ભૂલ મોદીએ કરી. તેઓ પણ ચીનને પોતાનો પરમ મિત્ર માની બેઠા અને જે દગો નેહરુની સાથે થયો એવો જ મોદીજી સાથે. ભારતે તેમની આગતાસ્વાગતા કરી હતી કેટલો મોટો વિશ્વાસ કર્યો હતો પરંતુ મોદીજીને ભરોસાનો કેવોબદલો મળ્યો……? ચીને કહી દીધું કે પુલવામા આતંકી હુમલો થયો જ નથી અને મસૂદ અજહર કોઈ આતંકી નથી….! સમગ્ર વિશ્વ હવે ભારતને ગંભીરતાથી લે છે અને સમગ્ર દુનિયામાં ભારત અને પહેલી વાર સન્માન મળ્યું છે…. આવી વાતોની વચ્ચે હકીકત એ છે કે સંયુક્ત રાષ્ટ મંડળમાં ચીનનુજ ચાલેછે એક અઠવાડિયા પહેલા ચાઈનાએ ભારત પર થયેલા હુમલાનો નિંદા પ્રસ્તાવ રોકી રાખ્યો પરંતુ ભારતે શું કર્યું….?શુ ભારતે આની નિદા કરી…? શું ભારતે ચીનને એ પૂછ્યું નહીં કે મસૂદ અજહર આતંકી નહી તો શું સમાજસેવી છે….? તેના આતંકીઓ ભારતના જવાનોની સેવા કરવા આવ્યા હતા શુ….?આ સવાલ ચીનના ભારતસ્થિત રાજદૂતને પૂછવો જોઈએ કે નહીં….?
ભારત પોતાની પાસે બેસાડીને ચીનને ભલે ગમે તેટલા હીચકા ખવડાવે સ્વાગત કરે સાચવે પરંતુ ડ્રેગન માંથી આગના ભડકા નીકળશે ચીન ભારતના દુશ્મન અને આતંકવાદને પાળવા પોષવા વાળો પાકિસ્તાનનો જ પાકો મિત્ર છે તેમાં કોઈ બે મત નથી ભારતની સાથે મીઠા સંબંધો ચાઇનાનો એક બનાવટી દેખાવ છે એક મહોરૂ પહેરીરાખ્યું છે ચીને ભારતને માટે. બની શકે છે કે ભારત અને મોદી આ જાણતા જ હશે અને હજી સુધી નથી જાણ્યું તો પૃસ્તાવ રોકવો મસૂદને સારો માણસ કહેવા પછી ભારત હવે પણ ચેતી જાય અને પાકિસ્તાનને પાઠ ભણાવ્યો એવો જ પાઠ તેના પરમ મિત્રને શીખવાડે તેની સાથે કારોબાર ઓછો, કરે ચાઈનીઝ વસ્તુઓનો ઉપયોગ લોકો ઓછીકરે એવુ અભિયાન સ્વદેશી જાગરણ મંચ શરૂ કરે ભારત સરકાર ચીનનો ડર રાખ્યા વગર એક નિવેદન જાહેર કરે કે પુલવાના નિંદા પ્રસ્તાવ ને એક અઠવાડિયા સુધી સંયુક્ત રાષ્ટમા રોકી રાખવા માટેની આલોચના થવી જાઈએ. વડાપ્રધાન સ્તરેથી આવું ન થાય તો વિદેશ મંત્રાલય કે પછી વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ આની નિંદા કરે ગાધી આશ્રમનો એ હિચકો પણ ચીનના આ નિંદનીય વ્યવહારથી શરમાઈ રહ્યો હશે કે મે આ કેવા મિત્ર ને બેસાડ્યા કે જેમણે દોસ્ત ની છાતીમાં ખંજર ભોકી દીધું….? ગાંધી આશ્રમ પણ હે…. રામ….ની ગુજ થી દુઃખ અનુભવી રહ્યો હશે…..!

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY