ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે દહેજ પોલીસ મથકની હદમાંથી એક ઈસમ પાસેથી આધાર પુરાવા વગરના લોખંડના મુદ્દામાલ સાથે પિકઅપ વાન કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દહેજ પોલીસ મથકના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી.તે દરમ્યાન બાતમી મળી હતી કે,દહેજથી બાયપાસ રોડ ઉપર આવેલ જોલવાગામ ચાર રસ્તા ઉપર હજરત સિકંદર અન્સારી, રહેવાસી જોલવા,નાઓ પાસેની પીકઅપ વાન નંબર જીજે-૧૬-ઝેડ-૯૧૦૩માં ભરેલ લોખંડની નાની મોટી પાઈપ ૯૫૦ કિલો લોખંડના બોલ્ટ ૬૪ કિલો, એસ.એસના ટુકડા ૭ કિલો, કોપરના વાયર ૬ કિલો સાથે મળી આવેલ અને જેની પાસે પોતાની પાસેના સમાનના કોઈ આધાર પુરાવા ના હોવાથી આ મુદ્દામાલ ચોરી અથવા છલ કરીને લાવ્યો હોવાનું માલુમ પડતાં મુદ્દામાલ કબ્જે કરીને જેની કિંમત રૂપિયા ૨૨૩૪૦/- તથા પીકઅપ વાનની કિંમત રૂપિયા ૧ લાખ મળીને કુલ રૂપિયા ૧,૨૨,૩૪૦નો
મુદ્દામાલ કબ્જે કરીને આરોપીને અટક કરીને વધુ તપાસ અર્થે દહેજ પોલીસ મથકે સોંપવામાં આવ્યો છે.
ધનંજય ઝવેરી:-9978406923
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






